- ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
- રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી
- ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તમામ કાર્યક્રમો ફ્લોપ રહ્યા
અમદાવાદ: દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે છે. ત્રણ કૃષિ કાયદાના મામલે ખેડૂત સંસ્થાઓએ રાકેશ ટિકૈતને આમંત્રણ આપ્યું હતું. ત્યારે રાકેશ ટિકૈતે બનાસકાંઠા જિલ્લાની સરહદ છાપરી બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરીને માં અંબાજીને શિશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અંબાજી બાદ પાલનપુર પહોંચીને રાકેશ ટિકૈતે પાલનપુરમાં ખેડૂતોને સંબોધ્યા હતા.
ગઈકાલે રવિવારે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા
દિલ્હી-હરિયાણા બોર્ડર પર કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરોધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જે આંદોલનને વાંચા આપવા માટે ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકૈત બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજ્યના ખેડૂતોની હાલત જાણવા અને તેમને ન્યાય અપાવવા માટે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે રાકેશ ટિકૈતે અંબાજીથી પોતાની ખેડૂત સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગઈકાલે રવિવારે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રીય કિસાન મોરચાના આગેવાનો તેમજ સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈટ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સરહદ નજીક રાજસ્થાનના સૂરપગલા ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરી હતી.
કાર્યક્રમમાં ગણ્યાગાંઠ્યા લોકો જ હાજર રહ્યાં
ખેડૂત સમાજના કાર્યક્રમને પણ ખાસ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. આ કાર્યક્રમમાં ગણ્યાગાંઠ્યા લોકો જ હાજર રહ્યાં હતાં. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ તેમની યાત્રામાં સમર્થન માટે જોડાયા છે. તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તમામ કાર્યક્રમો ફ્લોપ રહ્યા હતા. કારણ કે, ટિકૈત જેમના નામે ગુજરાતમાં આવ્યા છે તેમનું જ સમર્થન નથી મળી રહ્યું. સમર્થન મળ્યું તો માત્ર કોંગ્રેસના એકલ-દોકલ ધારાસભ્યોનું અને નેતાઓનું જેના સિવાય સામાન્ય ખેડૂતો જોવા મળ્યા ન હતા.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોએ આંદોલન કરવું પડશેઃ પાલનપુરમાં રાકેશ ટિકૈત
આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવીશું: ખેડૂત નેતા રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી આ દરમિયાન રાકેશ ટિકૈતે પત્રકારો સાથે વાતચિત કરતા કહ્યું કે, ગુજરાતનો ખેડૂત સમાજ ફરીથી ઉભો થશે આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવીશું અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલશે ખેડૂત ફાયદામાં છે તેવું બોલાવવામાં આવી રહ્યું છે ગુજરાતના ખેડૂત દહેશતમાં છે જરૂર પડશે ત્યારે ગાંધીનગરને પણ ઘેરી ટ્રેક્ટરથી આંદોલન કરવું પડશે ગુજરાત પોલીસ બેરીકેટિંગ લગાવશે તો તેને પણ તોડી નાંખીશું.. ગાંધી આશ્રમની મુલાકાત બાદ કરમસદ જવા રવાના થશે.
ટિકૈતનો કાર્યક્રમ
ગાંધી આશ્રમની મુલાકાત બાદ આજે તેઓ કરમસદ જશે કરમસદમાં સરદાર સ્મારકની મુલાકાત લેશે ત્યારબાદ વડોદરામાં છાણી ગુરુદ્વારામાં દર્શન કરશે ત્યારબાદ ટિકૈત ભરૂચના જંબુસરમાં ખેડૂત સભાને સંબોધિત કરશે અને સાંજે બારડોલીમાં ટિકૈત ખેડૂત સભાને સંબોધિત કરશે.
આ પણ વાંચો: બનાસકાંઠાના અંબાજીથી રાકેશ ટિકૈતે ખેડૂત સંવાદ યાત્રાનો કર્યો પ્રારંભ