ETV Bharat / city

ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર, ભાજપ પ્રમુખ સાથે કેબિનેટનું વિસ્તરણ થશે - જીતુ વાઘાણી

ગુજરાતના રાજકારણમાં થયેલ બદલાવ હંમેશા ચર્ચામાં રહેતાં હોય છે ત્યારે આગામી ટુક સમયમાં ફરીથી ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશેલા ધારાસભ્યો બાદ જવે ગુજરાત ભાજપમાં પ્રમુખ પદ સહિત રાજ્યના કેબિનેટ પ્રધાનોમાં પણ મોટા ફેરફાર અંગેની વિચારણા કેન્દ્રીય ભાજપ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર, ભાજપ પ્રમુખ સાથે કેબિનેટનું વિસ્તરણ થશે

author img

By

Published : Jun 29, 2020, 2:52 PM IST

ગાંધીનગર : સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ખાલી પડેલ વિધાનસભાની બેઠકમાં ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય ફેરફારો જેવો મળી રહ્યાં છે. સાથે જ ચૂંટણીના પરિણામ બાદ અથવા તો ચૂંટણી જાહેર થયાં બાદ મોટા ફેરફારો ભાજપ સંગઠનમાં અને રૂપાણી સરકારમાં જોવા મળશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રવિવારે 28 જૂનના દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી માટેની બેઠક યોજવામાં આવી હતી જેમાં હવે ભાજપના પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો છે. 28 જૂન રવિવારે વિડિઓ કોંફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ એમ.પી. અને એમ.એલ.એ. ના મંતવ્ય લેવામાં આવ્યાં હતાંં. સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ નક્કી થયાં બાદ ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ઉપરાંત જો પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખ પદની જાહેરાત નહીં થાય. જ્યારે કોરોનાની મહામારીને લીધે ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખ પદની જાહેરાત કરાઈ શકે છે. આમ હવે ભાજપ સંગઠનમાં ફેરફાર વાત ચૂંટણીની તારીખો પર નક્કી થશે.

ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર, ભાજપ પ્રમુખ સાથે કેબિનેટનું વિસ્તરણ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સંગઠનમાં ફેરફાર થયાં બાદ રાજ્યના કેબિનેટ પ્રધાનોમાં પણ ફેરફારની શક્યતાઓ સેવાઇ રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું સ્થાન તો નક્કી જ છે તેઓ પોતાના સીએમ અને ડે. સીએમ પદ પર યથાવત રહેશે જ્યારે કેબિનેટમાં કૃષિપ્રધાન આર.સી. ફળદુ, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન, ઇશ્વરસિંહ પરમારના સ્થાને કોઈ અન્યને સ્થાન આપવામાં આવશે. જ્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવે, જ્યારે રાજયકક્ષાના વિભાવરીબેન દવેનું પણ સ્થાન જોખમમાં છે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.