ETV Bharat / city

ગાંધીનગરના સેક્ટર 21 વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરી - સેક્ટર 21 પોલીસ સ્ટેશન

ગાંધીનગર શહેરના સેક્ટર 21 માં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો મોડી રાત્રે ત્રાટકયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ચોરે માસ્કે પહેરલું જોવા મળી રહ્યું છે. જ્યારે મંદિરમાંથી 3 મૂર્તિ અને સિંહાસનની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Oct 21, 2020, 9:14 AM IST

  • ગાંધીનગરમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો મોડી રાત્રે ત્રાટકયા
  • ચોરી કરનાર તસ્કરો ભગવાનના મંદિરને પણ છોડતા નથી
  • માસ્ક પહેરીને આવેલો એક તસ્કર ચોરી કરી પલાયન

ગાંધીનગર : શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમ છતાં તસ્કરો પોતાની મનની ઇચ્છાઓ પૂરી કરી રહ્યા છે. શહેરીજનોના મકાનોમાં ચોરી કરનાર તસ્કરો ભગવાનના મંદિરને પણ છોડતા નથી. ત્યારે વૈજનાથ મહાદેવ મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. મંદિરમાં ગર્ભ ગૃહમાં શિવલિંગ ઉપર મૂકવામાં આવેલો નાગ ગણેશજીની મૂર્તિ અને સિંહાસનની ચોરી કરી પલાયન થતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ગાંધીનગરના સેક્ટર 21 વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરી

ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ

આ બાબતે મંદિરના પૂજારી બકાભાઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. મોઢે માસ્ક પહેરીને આવેલો એક તસ્કર ચોરી કરીને પલાયન થતો જોવા મળી રહ્યો છે. આ બાબતે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે.

ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી

બીજી તરફ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પીએસઓ સાથે ટેલિફોનિક વાત કરતા તેમને ઘટના ઉપર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બાબતે કોઈ જ ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી. પોલીસ દ્વારા પોતાની છબી ખરડાય નહિ તે માટે ઘટનાઓ જણાવવામાં આવતી નથી. આ પહેલી ઘટના નથી અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટના ઉપર પડદા પાડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.