ETV Bharat / city

વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષકની એક મહિના બાદ ધરપકડ કરાઇ - manekba vidhalaya case

ગાંધીનગરઃ અડાલજની માણેકબા વિદ્યાલયમા વિદ્યાર્થિનીઓને બિભત્સ કોમેેંન્ટ અને શારિરીક અડપલા કરનારા શિક્ષકની ધરપકડ થઈ છે. સમગ્ર ઘટના અંગે 5 ઑક્ટોબરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે આરોપી શિક્ષક રામાભાઈ સોમાભાઈ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે નામંજૂર થતા આરોપી લંપટ શિક્ષક નાસતો ફરતો હતો. એક મહિનાથી નાસતા ફરતા હવસખોર શિક્ષકને પોલીસે દબોચી લીધો હતો.

teacher abused student in gandhinagar
author img

By

Published : Nov 3, 2019, 2:19 AM IST

અડાલજની માણેકબા વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક એક મહિના બાદ દહેગામના લવાડ ગામેથી ઝડપાયો હતો.

SP મયૂર ચાવડાના સુચનથી LCB સક્રિય રીતે તપાસ કરી રહ્યું હતું. જ્યારે શાળાની વિદ્યાર્થીઓને અડપલા કરવાના કેસનો આરોપી શિક્ષક એક મહિનાથી પોલીસના હાથમાં ના લાગતા પોલીસે તપાસ શરૂ રાખી હતી.જે બાદ PI જે. જી. વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી શિક્ષક રાત્રીના સમયે તેના વતન દહેગામના લવાડ ખાતે આવનાર છે. જેના આધારે LCBએ આરોપીને તેમના ગામમાંથી ઝડપી લીધો હતો.

અડાલજમાં આવેલી માણેકબા કૃષિ વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરતો રામાભાઇ એસ પટેલ શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો. છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થિનીઓ રિશેષમાં ક્લાસમાં નાસ્તો કરવા બેસે ત્યારે શિક્ષક આવી તેમની સાથે શારિરીક અડપલા અને બિભત્સ કોમેન્ટ કરતો હતો. આ વાતની જાણ એક વિદ્યાર્થિનીએ તેની માતાને કરી હતી. જે બાદ માતાએ શિક્ષક વિરૂદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે શિક્ષક વિરૂદ્ધ પોક્સોનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ શિક્ષક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અનેક વખત દર્દીઓના વીડિયો ઉતારીને ડોક્ટરનો તોડ કરવા માટે પણ આવતો હતો. પરંતુ કોઈ તકલીફ દ્વારા ફરિયાદ કરવામાં આવી ન હોવાના કારણે બચી જતો હતો, તેવું સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું.

Intro:હેડ લાઈન) અડાલજની માણેકબા વિદ્યાલયની વિદ્યાર્થીનીને અડપલા કરનાર લંપટ શિક્ષકને પોલીસે એક મહિને દબૉચ્યો

ગાંધીનગર,

અડાલજની માણેકબા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને બિભત્સ કોમેન્ટ અને શારિરીક અડપલાં કરનારા શિક્ષકની ધરપકડ થઈ છે. સમગ્ર ઘટના અંગે 5 ઓક્ટોબરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે આરોપી શિક્ષક રામાભાઈ સોમાભાઈ પટેલે (રહે- પ્લોટ નં-497/1, સેક્ટર-7 બી) સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે નામંજૂર થતા આરોપી લંપટ શિક્ષક નાસતો ફરતો હતો. એક મહિનાથી નાસતા ફરતા હવસખોર શિક્ષકને પોલીસે દબોચી લીધો હતો.Body:એસપી મયૂર ચાવડાની સુચના એલસીબી સક્રિય હતું. જ્યારે શાળાની વિદ્યાર્થીઓને અડપલા કરવાની વાતને લઈને એક મહિનાથી શિક્ષક હાથમાં નહીં આવતા પોલીસ પણ માથુ ખંજવાળતી હતી ત્યારે પીઆઈ જે. જી. વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી શિક્ષક રાત્રીના સમયે તેના વતન દહેગામના લવાડ ખાતે આવનાર છે. જેના આધારે એલસીબીએ આરોપીને તેમના ગામમાંથી ઝડપી લીધો હતો. અડાલજમાં આવેલી માણેકબા કૃષિ વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરતો રામાભાઇ એસ પટેલ શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની સાથે શારીરિક અડપલાં કરતો હતો. Conclusion:છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થિનીઓ રિશેષમાં ક્લાસમાં નાસ્તો કરવા બેસે ત્યારે શિક્ષક આવીને શારિરીક અડપલાં અને બિભત્સ કોમેન્ટ કરતો હોવાની જાણ એક વિદ્યાર્થિનીએ માતાને જાણ કરી હતી. જે બાદ માતાએ શિક્ષક વિરૂદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે શિક્ષક વિરૂદ્ધ પોક્સોનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે કે આ શિક્ષક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અનેક વખત દર્દીઓના વિડીયો ઉતારીને ઉતારીને ડોક્ટરનો તોડ કરવા માટે પણ આવતો હતો. પરંતુ કોઈ તકલીફ દ્વારા ફરિયાદ કરવામાં આવી ન હોવાના કારણે બચી જતો હતો તેમ પણ સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.