- 15 મહિનામાં જનતા સમક્ષ એક અલગ રીતે ઊભી કરી શકે છે નવા સી.એમ. છાપ
- ધારાસભ્યમાથી જ કોઈનું નામ ખૂલે તેવી શક્યતા
- મનસુખ માંડવીયા ગુડ બુકમાં સામેલ
ગાંધીનગર : કેન્દ્રિય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી દિલ્હીથી સીધા સી.આર. પાટિલના ઘરે પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, ધારાસભ્યમાથી જ સી.એમ.ની જાહેરાત કરવામાં આવશે. ત્યારે સૌ કોઈની નજર નીતિન પટેલ અને આર.સી. ફળદુ પર પણ છે. પરંતુ મનસુખ માંડવીયા ગુડ બુકમાં સામેલ છે જેથી તેમની પણ દાવેદારી સેવવામાં આવી રહી છે. ત્યારે. આ વાતે પણ એક નવો પ્રશ્ન ઊભો કર્યો છે.
ગુજરાતના મુખ્યપ્રધાનનું નામ આજે બપોરે મળનારી ધારાસભ્યદળની બેઠકમાં નક્કી થશે. જેમાં બપોરે 03 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં મળશે. જ્યાં આગામી મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે. નવા સી.એમ.એમ.ને શુભેચ્છા આપવા માટે સવારથી જ ગુલદસ્તા કમલમ લાવવામાં આવ્યા છે. કાલથી સૌ કોઇના મુખે મુખ્યમંત્રીની દાવેદારી માટે ચાર નામ આવી રહ્યા છે. જેમાં નીતિન પટેલ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવીયા આ ચારેય એક પ્રબળ દાવેદાર જરૂરથી છે. પરંતુ બીજેપી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અલગ પ્રકારના નિર્ણય માટે જાણીતા છે જેથી સરપ્રાઈઝ નામ પણ સામે આવી શકે છે.
ધારાસભ્યમાથી કોઈકની પસંદગી થશે તો ચૂંટણી મોડી થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય પ્રધાન અને નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે એવી સ્પષ્ટતા કરી છે કે, ધારભ્યમાંથી જ કોઈકની પસંદગી સી.એમ. તરીકે કરવામાં આવશે. જો આવું થશે તો 6 મહિનામાં ચૂંટણી થવી જોઈએ તે લેટ થશે. એ પણ પૂરી શક્યતાઓ છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય. ગુજરાતની રાજનીતિમાં સૌ કોઈને સરપ્રાઈઝ મળતું હોય છે પરંતુ આ વખતે બીજેપીની રણનીતિ કઈક અલગ જ દેખાઈ રહી છે કેમ કે, આ પહેલા તેમને યેદીયુરપાનું પણ રાજીનામુ લીધું હતું અને ઉત્તરાખંડ અને ગુજરાતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે.
15 મહિના પહેલા વિજય રૂપાણીનું રાજીનામું લેવાનું શું આ કારણ છે?
ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 15 મહિના જેટલો સમયગાળો રહ્યો છે ત્યારે આ સમયગાળા પહેલા છે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તેનું બીજું કારણ એ પણ છે કે આ 15 મહિનામાં જે કોઈ પણ નવા સીએમ આવે છે તેઓ પોતાના કામથી પોતાની છાપ જનતા સમક્ષ એક અલગ રીતે ઊભી કરી શકે છે. જેથી તેમને પૂરતો સમય મળી રહેશે. ધારાસભ્ય સિવાય અન્ય કોઈનું નામ ડીકેલર થાય છે તો 6 મહિનામાં જ ચૂંટણી થશે અને વહેલી ચૂંટણી થવાથી 6 મહિનામાં જનતા સમક્ષ પોતાની પ્રબળ છાપ કદાચ ના પણ ઊભી કરી શકે જેથી મોડી ચૂંટણી થાય તેવી પણ શક્યતા આ કારણસર રહેલી છે.