ETV Bharat / city

100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કરશે મતદાર યાદીનો ઉપયોગ - વેક્સિનેશન

ગુજરાતમાં 88 ટકા કોરોના રસીકરણ (Vaccination) પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હવે રાજ્ય સરકારે દિવાળી સુધીમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. 100 ટકા રસીકરણની ખાતરી કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મતદાર યાદી (Voter list)નો ઉપયોગ કરવામાં આવશે.

100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કરશે મતદારયાદીનો ઉપયોગ

author img

By

Published : Oct 12, 2021, 1:42 PM IST

  • રાજ્યમાં વેક્સિનેશન બાબતે સરકારનો મહત્વનો નિર્ણય
  • રાજ્યમાં 100 ટકા વેક્સિનેશનના ટાર્ગેટ માટે મતદાર યાદીનો કરાશે ઉપયોગ
  • 88 ટકા જેટલું રસીકરણ ગુજરાતમાં પૂર્ણ

ગાંધીનગર: દેશ અને ગુજરાતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે રસીકરણ (Vaccination) એક ખૂબ જ મહત્વનું અને મોટું હથિયાર છે ત્યારે ગુજરાતમાં જો રસી (Corona Vaccine)ની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Department of Health) તરફથી મળતી માહિતી પ્રમાણે 88 ટકા જેટલું રસીકરણ ગુજરાતમાં પૂર્ણ થયું છે. રાજ્યમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હવે મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે.

વોર્ડ પ્રમાણે ચેક કરવામાં આવશે રસી લીધી છે કે નહીં

રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હવે વોર્ડ પ્રમાણે મતદાર યાદીનો ઉપયોગ કરીને એ ખાતરી કરવામાં આવશે કે વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે કે નથી લીધી અને જો નથી લીધી અને તેઓ હયાત છે તો તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને તેમનું રસીકરણ કરવામાં આવશે. આ સાથે જ મતદાર યાદીનો ઉપયોગ કરીને રાજ્યમાં 100 ટકા રસીકરણનો ટાર્ગેટ પુરો કરવામાં આવશે.

દિવાળી સુધી કરાશે 100 ટકા રસીકરણ

મહત્વની વાત કરવામાં આવે તો હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને રસીકરણ આપવાની પ્રક્રિયા પણ આરોગ્ય વિભાગ દ્વારા તેજ ગતિએ કરવામાં આવી છે. રોજના 3 લાખ નાગરિકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બાકી રહેતા પ્રથમ ડોઝ અને બીજા ડોઝના તમામ નાગરિકોને દિવાળી સુધીમાં 100 ટકા રસીકરણ કરી દેવામાં આવશે.

મૃતકો અને સ્થળાંતર કરેલા લોકોનો ડેટા તૈયાર કરાશે

ગુજરાતમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવા માટે મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે આ કામમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનોને ખાસ જવાબદારી સોંપવામાં આવશે. સાથે જ રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આશાવર્કરો, આંગણવાડી બહેનો ઘરે જઈને સર્વે કરશે અને મૃતકો અને સ્થળાંતર કરેલા નાગરિકોના ડેટા પણ તૈયાર કરવામાં આવશે. 100 ટકા રસીકરણનો ટાર્ગેટ રાજ્યમાં દિવાળી પહેલા પૂર્ણ થાય તે રીતનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Etv અગ્રેસર : મે મહિનામાં અહેવાલ કર્યો હતો રજૂ

ગુજરાત રાજ્યમાં ક્યારે હર્ડ ઇમ્યુનિટી આવશે આ બાબતે Etv ભારત દ્વારા 21 મે, 2021ના રોજ એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ગુજરાત રાજ્યમાં હર્ડ ઇમ્યુનિટી શરૂ થઈ જશે અને કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ભયાનક નહીં રહે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સત્તાવાર રીતે 88 ટકા જેટલું રસીકરણ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિવાળી પહેલા એટલે કે નવેમ્બર માસ સુધીમાં 100 ટકા રસીકરણ ગુજરાતમાં થઇ જશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ

આ પણ વાંચો: રાજકોટમાં પ્રવાસીઓને BRST માં ચાલુ બસે અપાઈ કોરોના વેક્સિન

આ પણ વાંચો: વેક્સિન લો અને એક લીટર ખાદ્ય તેલ ફ્રી મેળવો : AMC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.