- રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની 9 દિવસ સુધી કરશે ઉજવણી
- 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી કરવામાં આવશે ઉજવણી
- ઓગસ્ટ માસમાં આવતા તહેવારોના લોકમેળાને નથી આપી હજુ સુધી મંજૂરી
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર ( Gujarat state government ) દ્વારા ઉજવણી કરવામાં આવશે તેનો સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર કર્યો હતો ત્યારે જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોવિડ ગાઈડલાઈન્સ જે રીતે જાહેર કરી છે તે ગાઈડલાઈન અનુસાર જ ઉજવણી કરવામાં આવશે વધુ લોકોને આ ઉજવણીમાં સામેલ કરવામાં આવશે નહીં પરંતુ રાજ્ય સરકારે રાજકીય કાર્યક્રમમાં 150 જેટલા લોકોને મંજૂરી આપી છે ત્યારે આ તમામ કાર્યક્રમમાં 150 જેટલા જ લોકો હાજર રહેશે તેવી પણ સ્પષ્ટતા પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી.
ક્યાં દિવસે કયો કાર્યક્રમો યોજાશે
- તારીખ 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ શિક્ષણ તરીકે ઉજવણી કરવામાં આવશે.
- તારીખ 2 ઓગસ્ટે સંવેદના દિવસ તરીકે ઉજવણી.
- તારીખ 3 ઓગસ્ટે કેબિનેટ બેઠક એટલે ઉજવણી નહિ.
- તારીખ 4 ઓગસ્ટે મહિલાઓ માટે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
- તારીખ 5 ઓગસ્ટે ખેડૂતોને લગતી તમામ યોજનાઓને ધ્યાનમાં લઈને કિસાન સમ્માન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.
- તારીખ 6 ઓગસ્ટે રાજ્યમાં નવી આવેલી ઈન્ડસ્ટ્રીઝમાં યુવાઓને રોજગાર મળે તે માટે રાજ્ય સરકાર રોજગાર દિવસની ઉજવણી કરશે આ દિવસે અનેક યુવાનોને રોજગારી આપવામાં આવશે ઉપરાંત સરકારી નોકરી મેળવનારા યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
- તારીખ 7 ઓગસ્ટ રાજ્ય સરકારે કરેલા વિકાસના કાર્યોની ઝાંખી દર્શાવવામાં આવશે જેથી 7 ઓગસ્ટના દિવસે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે.
- તારીખ 8 ઓગસ્ટ રાજ્યની 50 ટકા વસતી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વસવાટ કરે છે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા શહેરની જનસુખાકારી દિન તરીકે ઉજવણી કરવામાં આવશે.
- તારીખ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે જે આદિવાસી તાલુકા અને જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.
આ પણ વાંચો : શા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં લડશે ?
રાજ્યના પ્રધાનોને કેબિનેટમાં આપાઇ સૂચના
આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ પ્રજાજનો અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ) તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે જેમાં જે તે વિભાગના તમામ પ્રધાનોએ કરેલા વિકાસના કાર્યો અને યોજનાઓની વિગત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપવાની રહેશે સાથે જ યોજનાઓનું સાહિત્ય પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપવાનો રહેશે અને આમ રાજ્ય સરકારે કરેલા તમામ વિકાસના કાર્યો વિકાસની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો : વિજય રૂપાણી 7 ઓગષ્ટે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ કરશે પૂર્ણ, ઉજવણીની તૈયારીઓ શરૂ
લોકમેળા બાબતે રાજ્ય સરકારે નથી કર્યો કોઈ નિર્ણય
ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોક મેળા યોજવા કે નહીં તે બાબતે હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી પરંતુ ગત વર્ષે રાજ્ય સરકારે લોકમેળા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારે લોકમેળા યોજાશે કે નહીં તે બાબતે હજી સુધી રાજ્ય સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી. મહત્વનું છે કે, ઓગસ્ટ માસમાં જ રાજ્ય સરકારના ( Gujarat state government ) પાંચ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સરકારે નવ દિવસની ઉજવણીની જાહેરાત કરી છે આમ આ વર્ષે લોકમેળા તો યોજાશે કે નહીં પરંતુ સરકારી મેળાવડાઓ યોજાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, લોકમેળાઓમાં થતી ભીડમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવું સંભવ નથી હોતુ પરંતુ હજૂ કોરોનાની ત્રીજી લહેરના ભણકારાઓ વાગી રહ્યા છે