ETV Bharat / city

પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે - કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન

સોમવારે રાજ્યમાં આવેલા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જાહેર મંચ પરથી જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ પરપ્રાંતીય કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા મજૂરો માટે આવાસ યોજનાના ભાગરૂપે જમીનની માંગણી કરી હતી. જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક સ્વીકારી હતી.

પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે

author img

By

Published : Jun 7, 2021, 5:12 PM IST

  • જાહેરમંચ પરથી કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મજૂર આવાસ માટે જમીનની માગ કરી
  • CM રૂપાણીએ જમીન આપવાની વાતને સ્વીકારી
  • રાજ્ય સરકાર મજૂર આવાસ માટે આપશે જમીન
  • કોન્ટ્રક મજૂરો માટે હવે થશે રહેવાની સગવડ
    પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે

ગાંધીનગર: ગત વર્ષે કોરોનાના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉનમાં અનેક પરપ્રાંતીય મજૂરોની પરિસ્થિતિ દયનીય બની હતી, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીઓને ઘરે પહોંચાડવા માટે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ ઘટનાને યાદ કરીને કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જાહેર મંચ પરથી જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ પરપ્રાંતીય કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા મજૂરો માટે આવાસ યોજનાના ભાગરૂપે જમીનની માંગણી કરી હતી. જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક સ્વીકારી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 24,000 કરોડના MOU, વડોદરામાં નવા 6 Project થશે કાર્યરત

કોન્ટ્રક્ટ પર રહેલા મજૂરો માટે બનશે પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા પરપ્રાંતીઓ મજૂર માટે આવનારા સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવા માટેની જમીન રાજ્ય સરકાર પાસે માંગી છે. જે બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક જમીન આપવા માટેની તૈયારીઓ દાખવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં હવે અન્ય રાજ્યમાંથી આવેલા પરપ્રાંતીય મજૂરોને કે જેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરીને પોતાનું જીવન ગુજારે છે, તેમને રહેવા માટે પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના તૈયાર કરવામાં આવશે.

લોકડાઉનમાં હતી દયનીય પરિસ્થિતિ

મજૂરની વાત કરવામાં આવે તો ગત વર્ષે લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય મજૂરોની ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી. લોકો જે મળે તે લઈને વતન તરફ જઈ રહ્યા હતા, જ્યારે અનેક જગ્યાએ એવા પણ દ્રશ્યો સર્જાયા હતા કે લોકો ચાલતા ચાલતા પોતાના વતન જઈ રહ્યા હતા. આવી મુશ્કેલીઓ અને પરિસ્થિતિ ફરીથી ઉભી ન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન આવાસ યોજનાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

ખાનગી મોટી કંપનીઓને આપવી પડશે સગવડ

ખાનગી અને મોટી કંપનીઓમાં પણ જે કોન્ટ્રાક્ટ પર પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેમને પણ આ આવાસ યોજનાનો લાભ મળે તેવી પણ શક્યતાઓ છે, જ્યારે ખાનગી મોટી કંપનીઓએ પણ પોતાના કોન્ટ્રાક્ટ પર રહેલા મજૂરોને આવી વ્યવસ્થા ભવિષ્યમાં આપવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.