ETV Bharat / city

પાકિસ્તાનથી હિજરત કરી રહેલા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે રાજય સરકાર કટિબધ્ધઃ  પ્રદિપસિંહ જાડેજા

author img

By

Published : Aug 24, 2021, 7:48 PM IST

પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. જેને લઈને રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અદયક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને 31મી ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવેલા લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કરાયો છે.

પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા
  • પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠક યોજાઇ
  • સ્થળાંતરિતોના બાળકોને વિવિધ સુવિધાઓ સત્વરે પુરી પડાશે
  • 2014 પહેલા પાકિસ્તાનથી આવેલા નાગરિકોના પાસપોર્ટ રીન્યુઅલ માટે યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત

ગાંધીનગર :પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. જેને લઈને રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આવા સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો- હિજરત કરતા લોકોની સહાયમાં આવ્યા નીતિન પટેલ, બસ સેવાની વ્યવસ્થા કરાઈ

નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો

લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાનથી આવેલ હિન્દુઓને તકલીફ નહિ પડે

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા યોજાઈ હતી.

આ 6 લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો

આ નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં 1947થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે. આ કાયદાએ તેમને નવું જીવન આપ્યુ છે. આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને 31મી ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેલા આ 6 લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે.

આધાર કાર્ડ માટેનું આયોજન

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને આધાર કાર્ડ મેળવવા પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના નાગરિકોના LTV, રેસીડન્સીયલ પરમીટના દસ્તાવેજોમાં દર્શાવેલા સરનામાની વિગતોના આધાર કાર્ડ મેળવવા રજૂ કરવાના દસ્તાવેજો પૈકીની સૂચિમાં સરનામાના પુરાવા તરીકે માન્ય પુરાવો ગણવા કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલય અને Unique Identification Authority of Indiaને જણાવ્યુ છે.

વર્ક પરમીટ સરળતાથી મળે તે સારૂ પ્રયાસો કરવામાં આવે છે

જ્યારે લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને નોકરી માટે ખાનગી કંપનીઓ દ્વારા તેમની પાસે Work Permit માંગવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તેઓને Work Permit આપવા સંબંધિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે અને આ માટે ખાનગી સંસ્થાઓમાં રોજગારી મળી રહે તે માટે વર્ક પરમીટ સરળતાથી મળે તે સારૂ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાની વિધાર્થીઓને પણ સુવિધાઓ પુરી પડાશે

પાકિસ્તાની નાગરિકોના બાળકોને અભ્યાસમાં પ્રવેશ મેળવવા સંદર્ભે અલગ-અલગ જિલ્લાઓમાં વિસંગતતાના કારણે મુશ્કેલી પડે છે. પાકિસ્તાનથી આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અને શિક્ષણ માટે આનુષંગિક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા મોનીટરીંગ કરવા માટે સૂચના આપી દેવાઇ છે તેમજ ઉચ્ચ શિક્ષણ-વિદેશ અભ્યાસમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે DGP દ્વારા સંકલન કરી વહેલી તકે નિવારણ કરવામાં આવશે.

DGP
DGP

આ પણ વાંચો- મહેસાણામાં કોર્ટના હુકમ અને પોલીસ પ્રોટેક્શન સાથે પુનર્વસન માટે આવેલા પરિવારો પર હુમલો

પાકિસ્તાની હિન્દુ નાગરિકોને તબીબી સુવિધાઓ પુરી પડાશે

લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારત સરકારની સૂચનાઓ મુજબ નિયમાનુસાર તબીબી સુવિધાઓ પુરી પાડવા અને વેક્સિનેશન અંગે આનુષંગિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.