- ગાંધીનગરના પેથાપુરમાંથી બાળક મળી આવવાનો મામલો
- આરોપી સચિન દીક્ષિતને જોડે રાખીને કરી સ્થળ તપાસ
- મેટરનિટી હોમ, ચાઈલ્ડ હૂડ હોસ્પિટલમાં પોલીસે કરી તપાસ
ગાંધીનગર: શહેરના પેથાપુરમાંથી મળી આવેલા બાળકના પિતા એટલે કે આરોપી સચીન દીક્ષિતને સાથે રાખીને આજે 12 ઓક્ટોબરે ગાંધીનગર પોલીસે અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ તપાસ હાથ ધરી છે. સૌપ્રથમ આરોપી સચીન દીક્ષિતને લઈને પોલીસની ટીમ બોપલ વિસ્તારમાં આવેલી સંગીતા મેટરનીટી હોસ્પિટલ પર પહોંચી હતી. જ્યાં આ બાળકનો જન્મ થયો હતો. પોલીસે અહીં ડોક્ટરના નિવેદન સહિતની કાર્યવાહી કરી હતી. જે બાદ પોલીસની ટીમ બોપલ વિસ્તારમાં આવેલી ચાઈલ્ડ હુડ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં બાળકને રસી આપવામાં આવી હતી.

વિશ્વકુંજ સોસાયટીમાં પાડોશીઓના નિવેદન પણ લીધા
પોલીસ આરોપી સચિન દીક્ષિતને લઇને વિશ્વ કુંજ 1 માં આવી હતી. જ્યાં મૃતક મહેંદીના માસી રહે છે. સચિન અને મહેંદી અવારનવાર અહી રોકાવા માટે આવતા હોવાથી તપાસ જરૂરી હોવાથી પોલીસ દ્વારા તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. પોલીસ આગામી સમયમાં દીક્ષિત પાસેથી વધુ ખુલાસા કરાવી શકે તેમ છે. હાલમાં તો પોલીસ દ્વારા સ્થળ પર જઈને સમગ્ર ઘટનાનું રી કન્સટ્રક્સન કરવામા આવી રહ્યું છે. આ મામલે દિવસે દિવસે નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: સચિન દીક્ષિતે હજુ સુધી તેના બાળકને મળવા માટે તૈયારી નથી બતાવી