ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર દેશમાં વધુને વધુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યુ હતું કે રાજ્ય દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી રહી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત બરોડા દ્વારા કલેક્ટરો દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આજે રાજ્યના અલગ અલગ જિલ્લા માંથી વધુ 50 ટ્રેન દોડાવવામાં આવશે.
આ બાબતે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે દેશમાં લોકડાઉન દરમિયાન શ્રમિકોને પોતાના વતન જવા માટે કુલ 1074 ટ્રેનો દેશમાં ચલવાઇ છે. જેમાંથી ફક્ત ગુજરાત રાજ્યમાં 396 ટ્રેનો યુપી બિહાર, ઉત્તરાખંડ, ઓરીસ્સા ઝારખંડના શ્રમિકોને પોતાના વતન જવા માટે દોડાવવામાં આવી છે. જ્યારે ગઈ કાલે 15 મેં રાત સુધી કુલ 5.42,630 લાખ શ્રમિકો પોતાના વતન ગયા છે જ્યારે આજે વધુ 50 ટ્રેન માં 78,000 શ્રમિકો પોતાના વતનમાં જશે જેથી આજ રાત સુધીમાં શ્રમિકો ની હિજરત નો આંક કુલ 6.20 લાખ થશે.
રાજ્ય પ્રમાણે ની વાત કરતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં શ્રમિક સ્પેશિયલ કુલ 396 ટ્રેનો દોડાવવામાં આવી છે. જેમાં ઉત્તરપ્રદેશ 276, બિહાર 42, ઓરિસ્સા 35, મધ્યપ્રદેશ 22, ઝારખંડ 10, છત્તીસગઢ 5, ઉત્તરાખંડ 3, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મણિપુર માટે 1 ટ્રેન દોડાવવામાં આવી છે.
વિદેશ થી આવતા ગુજરાતીઓ માટે નવા નિયમ
વિદેશથી આવતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં કોઈ વ્યક્તિ જો વિદેશથી આવે તો તેઓએ અમદાવાદ સુરત અને પોતાના જિલ્લાને છોડીને બાકી રહેલા અન્ય જિલ્લાઓની પસંદગી કરવાની રહેશે અને ત્યાં જ તેઓને ઇન્સ્ટિટયૂટ થવાની ફરજ પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મનિલાથી 168, usથી 103 કુવૈથી 73 અને લંડન થી 313 જેટલા સ્ટુડન્ટ પરત ફર્યા છે.