ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારીની પરિસ્થિતિને કારણે અનેક સરકારી કામો અટવાઈ ગયા છે. ગત ઘણાં સમયથી ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના એંધાણ હતા, પરંતુ લોકડાઉનને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગે અનલોક-1 દરમિયાન સોમવારે 57 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની એકસાથે બદલીના હુકમ કર્યા છે. જેમાં અમદાવાદ ACBના એક સાથે 9 જેટલા PIની બદલી કરવામાં આી છે. જેથી પોલીસ બેડામાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.
આ સાથે જ રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા 57 જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેટરની પરિપત્ર મુજબ તત્કાલિન અસરથી બદલીના હુકમ આપવામાં આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હવે રાજ્યમાં IPSની બદલીની પણ ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે ગુજરાત પોલીસ તંત્રમાં ટુંક સમયમાં ફરી મોટા ફેરફાર થઇ શકે છે.