- મુખ્ય પ્રધાને આપ્યું યોગ દિવસ પર ઉદબોધન
- કોચ-યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર અપાયા
- વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને આપી પ્રેરણા
ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત યોગ ટ્રેનર્સ અને યોગ કોચ તેમજ પદાધિકારીઓ-અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક સંબોધન કર્યુ હતું. મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે, પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓએ કર્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ( Gujarat State Yoga Board )ના માધ્યમથી પાછલા ત્રણ વર્ષમાં યોગનો વ્યાપ વધ્યો
મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ( Gujarat State Yoga Board )ના માધ્યમથી ગત ત્રણ વર્ષમાં યોગનો વ્યાપ ગામો અને નગરોમાં વિસ્તારવા યોગાભ્યાસ તાલીમ વર્ગો, 750 કોચ, 53,000 જેટલા ટ્રેનર્સ તૈયાર કરવા સહિતની પ્રવૃત્તિઓથી દિવ્ય ગુજરાતના નિર્માણની કલ્પનામાં સક્રિય સહયોગ મળી રહ્યો છે. મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ના મંત્રથી યોગને વધુને વધુ લોકો સુધી પ્રચલિત બનાવીને યોગમય ગુજરાત માટે આહવાન કર્યુ હતું. ગુજરાત યોગ સાધના-યોગ અભ્યાસમાં પણ દેશમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે.
GDP સાથે હેપીનેસ ઇન્ડેક્ષ - સ્વસ્થતા સુખાકારીની વૃદ્ધિ પણ કરવી છે
આ સંદર્ભમાં મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani ) સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ ભણી જઇ રહેલા આપણા રાજ્યમાં GDP સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે. પશ્ચિમના રાષ્ટ્રો જોગીંગ, જિમ જેવી રમતો-વ્યાયામ કરતા હોય છે, પરંતુ તેનાથી માનસિક તણાવ દૂર થાય કે, શાંતિ સાથે શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થાય જ તેવું તેનું મહાત્મ્ય નથી.
આ પણ વાંચો -
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ITBPના જવાનોએ 13000 થી 18000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા
આજે વિશ્વ યોગ દિવસ: મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયન વિષય
International Yoga Day : યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ ઓછો નથી - વડાપ્રધાન
International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર