ETV Bharat / city

કેન્દ્ર Scrap Policy માં સુધારો કરે પછી ગુજરાત સરકાર કરશે આંશિક સુધારા, સ્ક્રેપ પોલિસીની વાતો જાણો - લોકસભા

કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન સ્ક્રેપ પોલિસીની ( Scrap Policy ) જાહેરાત કરી હતી. ત્યારે હજુ સ્ક્રેપ પોલિસીના નીતિનિયમો પર ચર્ચા વિચારણા થઈ રહી છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જ પોલિસી લાગુ કરવામાં આવશે.કેન્દ્ર સરકાર જ્યારે સ્ક્રેપ પોલિસીના નવા નિયમો જાહેર કરશે ત્યારે તેનો અભ્યાસ કરીને તેમાં મહદ અંશે સુધારાવધારા કરીને ગુજરાતમાં પણ સ્ક્રેપ પોલિસીના નીતિનિયમો લાગુ પાડવામાંં આવશે.

કેન્દ્ર Scrap Policy માં સુધારો કરે પછી ગુજરાત સરકાર કરશે આંશિક સુધારા, સ્ક્રેપ પોલિસીની વાતો જાણો

author img

By

Published : Jul 30, 2021, 4:43 PM IST

Updated : Jul 31, 2021, 11:08 AM IST

  • રાજ્યમાં લાગુ થશે સ્ક્રેપ પોલિસી, 20 વર્ષ થયેે વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણા
  • કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો અભ્યાસ કરીને સરકાર કરશે વિચારણા
  • ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભા મેજ પર રજૂ કરશે નવા નિયમો
  • વર્ષ 2005 પહેલાંના વાહનો થશે સ્ક્રેપ ?

ગાંધીનગર: સ્ક્રેપ પોલિસીને ( Scrap Policy ) લગતી સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2005 પહેલાં રજિસ્ટ્રેશન થયેલા તમામ વાહનોને સ્ક્રેપ પોલિસીની અંદર સમાવી લેવામાં આવશે. કેન્દ્ર સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં પણ આઠ નિયમને મંજૂરી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

ગુજરાતમાં 2 વ્હીલર અને 4 વ્હીલરને 15 વર્ષ વર્ષની આપવામાં આવશે વયમર્યાદા
ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે આરટીઓ વિભાગ તરફથી નવા વાહનો જે રજિસ્ટ્રેશન થાય તેને 15 વર્ષ સુધીની વયમર્યાદા આપવામાં આવે છે. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો સમાવેશ કરવામાં આવે છે. આમ આ વાહનોને 15 વર્ષ સુધી રોડ ઉપર ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે 15 વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને તેમાં આરટીઓ વિભાગ દ્વારા ફક્ત પાંચ વર્ષની જ મંજૂરી આપવામાં આવે છે.

નવી પોલિસીમાં પ્રદૂષણમાં થશે રાહત
કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીની ( Scrap Policy ) જો વાત કરવામાં આવે તો જૂના વાહનોમાં વધુ ધુમાડો છોડવાના કારણે પ્રદૂષણમાં વધુ માત્રામાં વધારો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં પણ વધારો થાય છે. જ્યારે નવા વાહનની તુલનામાં જૂના વાહનો વધુ પ્રમાણમાં પ્રદૂષણ છોડે છે, ત્યારે આ નવી પોલિસીના કારણે 15 વર્ષ કે 20 વર્ષ જૂના વાહનો રસ્તા પરથી હટી જશે અને જેથી નવા વાહનો રોડ પર આવવાના કારણે પ્રદૂષણમાં પણ મહદંશે સુધારો થશે.

રાજ્યમાં વર્ષ 2005 પહેલાંના વાહનોની વિગતો

વર્ષ 2000-2001

ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994

કુલ વાહનો 55,76,040

વર્ષ 2001-2002

ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856

કુલ વાહનો 60,07,969

વર્ષ 2002-2003

ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086

કુલ વાહનો 65,08,370

વર્ષ 2003-2004

ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597

કુલ વાહનો 70,87,640

વર્ષ 2004-2005

ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123

કુલ વાહનો 78,17,272

ટેક્સી પાસિંગમાં થશે સુધારાવધારા
વર્તમાન સમયમાં ગુજરાતમાં ટેક્સી પાર્સિંગમાં પ્રથમ વખત થાય ત્યારે આરટીઓ તરફથી ફક્ત બે વરસની જ ટેક્સી પાર્સિંગની પરમિટ આપવામાં આવે છે. ત્યારબાદ દર વર્ષે ટેક્સી પાર્સિંગ રીન્યુ કરાવવાની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે કેન્દ્ર સરકારની નવી પોલીસી ( Scrap Policy ) પ્રમાણે ટેક્સી પાર્સિંગના કાયદામાં પણ સુધારો વધારો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ નવી સ્ક્રેપ પોલિસીનો ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો

સરકાર મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને પોલીસી બનાવે

ઓટો એક્સપોર્ટ હરેશ પટેલે ETV bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15 વર્ષે વાહનો સ્ક્રેપ કરવાની પોલીસી પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સારી બાબત છે. પરંતુ મધ્યમ વર્ગના લોકો પોતાની જીવન મુડી ખર્ચીને સાધન વસાવતા હોય છે. વળી ઘણી વખત તો તે સાધનના હપ્તા ભરવામાં જ વર્ષો વીતી જતા હોય છે. જ્યારે તે વાહન સ્ક્રેપ થાય ત્યારે નવા વાહનો મોંઘા થઇ ચુક્યા હોય છે. તેથી જ્યારે આ વાહનોને સ્ક્રેપ કરવામાં આવે ત્યારે સરકાર તેની સામે યોગ્ય વળતર ચૂકવે તેવી પોલિસી બનવી જોઈએ.

રાજ્યમાં 3,29,97,291 વાહનો સ્ક્રેપમાં જશે ??
કેન્દ્ર સરકારની આવી રહેલી નવી સ્ક્રેપ પોલિસી ( Scrap Policy ) પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાની નિયમો કરાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ આવી જશે. આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના રસ્તા ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી રહ્યાં છે કે જેનું રજિસ્ટ્રેશન વર્ષ 1991 થી 1999 વચ્ચે થયું હોય તેવા વાહનો પણ હજી કાર્યરત છે. ત્યારે રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી પણ સંભાવનાઓ નવી આવી રહેલ પોલિસીને આધીન લાગી રહી છે.

કેન્દ્ર Scrap Policy માં સુધારો કરે પછી ગુજરાત સરકાર કરશે આંશિક સુધારા, સ્ક્રેપ પોલિસીની વાતો જાણો

ગુજરાત સરકાર કરી શકે છે સુધારા
કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ સ્ક્રેપ પોલિસીના ( Scrap Policy ) નિયમો અને કાયદાઓ જાહેર થશે ત્યારે ગુજરાત સરકાર આ નવા કાયદા અને નીતિનિયમનો અભ્યાસ કરીને અમુક મર્યાદાની અંદર સુધારા વધારા કરી શકે છે. સ્ક્રેપ પોલિસીમાં કેન્દ્ર સરકારે જે વર્ષ દર્શાવ્યાં હશે તેમાં પણ સુધારો વધારો થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. ગુજરાત સરકાર નવા નિયમોમાં સુધારા વધારા કરીને સુધારા વધારાવાળું બિલ વિધાનસભાના મેજ પર રજૂ કરશે ત્યાર બાદ ગુજરાતમાં નવા નીતિનિયમો લાગુ થશે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા હિલચાલ થઈ શરૂ

Last Updated : Jul 31, 2021, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.