ETV Bharat / city

મતગણતરી અલગ દિવસે કરવાના ચૂકાદાને સરકારે આવકાર્યો - High Court judgment

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત જે દિવસથી થઈ છે તે દિવસથી જ મત ગણતરી એક જ દિવસે થવી જોઈએ તેવી વાતો વહેતી થઈ હતી, ત્યારે આ જ વાતને લઈને એક જાગૃત નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં મતગણતરી એક જ દિવસે યોજવાની જાહેર હિતની અરજી કરી હતી. જે બાબતે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બનાવવામાં આવેલા આયોજન પ્રમાણે જ મતગણતરી અલગ-અલગ દિવસે થશે. એટલે કે કોર્પોરેશન અને તાલુકા, જિલ્લા પંચાયત ચૂંટણીની મતગણતરી અલગ-અલગ દિવસે કરવામાં આવશે. આ નિર્ણયને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને આવકાર્યો હતો.

મતગણતરી અલગ દિવસે કરવાના ચૂકાદાને સરકારે આવકાર્યો

author img

By

Published : Feb 19, 2021, 4:31 PM IST

  • હાઇકોર્ટે આપ્યો ચૂંટણી આયોગ તરફી નિર્ણય
  • એક જ દિવસે મતગણતરી કરવા કરાઈ હતી અરજી
  • હવે મતગણતરી શિડયુલ પ્રમાણે જ કરવામાં આવશે

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મત ગણતરી એક જ દિવસે યોજવાની જાગૃત નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી, ત્યારે આ બાબતે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બનાવવામાં આવેલા આયોજન પ્રમાણે જ મતગણતરી અલગ-અલગ દિવસે થશે. આ નિર્ણયને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને આવકાર્યો હતો.

6 કોર્પોરેશનના મતદારો ભાજપ અને વિકાસ માટે મતદાન કરશેઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે પાંચ કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારે હવે ભાજપ પક્ષના લાખો કાર્યકર્તાઓ એકબીજાને મળીને લોક સંપર્કમાં લાગી જશે. મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ભાજપના કાર્યકર્તાઓ એકબીજાના સંપર્કમાં જ છે અને હવે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરવા લાગી જશે. જ્યારે આ વખતે પણ 6 કોર્પોરેશનના મતદારો ભાજપ અને વિકાસ માટે મતદાન કરશે. તેવી પણ વાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી.

ભાજપની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ચૂંટણી પ્રચારનો શુક્રવારે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ દ્વારા અનેક જગ્યા ઉપર કોર્પોરેશન વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી. અમદાવાદમાં ભાજપ પ્રમુખ પટેલની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જગ્યાએ સામાજિક અંતરના નિયમોનો ધજાગરા ઉડ્યા હતા. આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પૂછવામાં આવતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકસંપર્કનો દિવસ છે. લોકો નેતાઓને મળવા આવી રહ્યા છે. તેઓ જવાબ આપીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સંતોષ માન્યો હતો.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલી તારીખ પ્રમાણે મતગણતરી થશે

નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં લઈને હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે તારીખો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે જ આયોજન કરવામાં આવશે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે બે માર્ચના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં કોરોનાના કારણે સામાજિક અંતર જળવાય અને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે અલગ-અલગ મત ગણતરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

કોંગ્રેસ પક્ષે હથિયાર મૂકી દીધા છે: નીતિન પટેલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ તરફ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે અત્યારથી જ હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસમાં જૂથબંધી છે, ત્યારે કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકતી નથી. ફક્ત ઉપરછલ્લો જ પ્રચાર કર્યો છે. જ્યારે કોંગ્રેસ પક્ષે અત્યારે જ હથિયાર મૂકી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.