- આર્થિક સહાય પેકેજમાં ખેડૂતોને આર્થિક સહાય આપવાનું શરૂ
- કુલ રૂપિયા 416.37 કરોડની આર્થિક સહાય ચૂકવણી કરાઈ
- 20 જિલ્લાના ખેડૂતોને આપવામાં આવી આર્થિક સહાય
- 13 જિલ્લા બાબતે રાજ્ય સરકાર ચૂંટણી બાદ કરશે નિર્ણય
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી, જેમાં 27 લાખ જેટલા ખેડૂતોને સહાયનો લાભ મળશે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ સહાય પૈકી 33 ટકા કે તેથી વધુ ભાગ નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેકટર માટે હેકટરદીઠ રૂપિયા 10 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જ્યારે ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂપિયા 5 હજારની સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આમ, 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેકટર વિસ્તાર અને સહાય પાત્ર ગણવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી.
- ખેડૂતોએ કરી હતી ઓનલાઇન અરજી
વિધાનસભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત બાદ સહાય માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આ તમામ ખર્ચ સરકાર ભોગવશે તેવી જાહેરાત કરી હતી, જેમાં 20 જિલ્લામાં કુલ 16, 16, 866 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી.
- 4,87,783 ટ્રાન્ઝેક્શન થયા
20 જિલ્લામાં કુલ 16,16,866 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાં અત્યાર સુધીમાં ફક્ત 4,87,783 ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 416.37 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
- કયા જિલ્લામાં કેટલી આર્થિક સહાય ચૂકવાઈ
જિલ્લા | આર્થિક સહાય રકમ ( કરોડમાં) |
કચ્છ | 94,19,01,035 |
અમરેલી | 51,60,05,526 |
ભાવનગર | 39,66,22,409 |
દેવભૂમિ દ્વારકા | 38,72,65,891 |
જામનગર | 26,96,61,995 |
મોરબી | 23,70,87,934 |
સુરેન્દ્રનગર- | 22,67,15,651 |
રાજકોટ | 20,82,04,793 |
પાટણ | 19,22,61,723 |
અમદાવાદ | 17,65,86,053 |
જૂનાગઢ | 13,84,75,881 |
ભરૂચ | 12,18,04,676 |
ગીરસોમનાથ | 7,78,88,163 |
સુરત | 7,67,07,542 |
મહેસાણા | 6,09,30,791 |
પોરબંદર | 4,91,71,726 |
બોટાદ | 4,55,20,942 |
આણંદ | 3,26,39,602 |
નર્મદા | 54,81,928 |
નવસારી | 28,55,728 |
ખેડૂતોને ચૂકવેલી કુલ રકમ | 416,37,89,989 |
- સૌથી વધુ કચ્છ જિલ્લામાં સહાય ચૂકવાઈ
કચ્છ જિલ્લામાં સૌથી વધુ અરજીઓ રાજ્ય સરકારને મળી છે, જેમાં કચ્છમાં 1,33,764 અરજી ખેડૂતોએ રાજ્ય સરકારમાં આર્થિક સહાય માટે કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 1,03, 370 અરજીમાં કુલ રૂપિયા 94,19,01,035ની સહાય ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે સૌથી ઓછી અરજી નવસારી જિલ્લામાં 439 જ આવી છે, જેમાં રૂપિયા 25.55 લાખની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે.