ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ સંપૂર્ણપણે ખાડે ગયું છે. ખાનગી શાળાના સંચાલકો દ્વારા ખુલ્લી દાદાગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં રાજ્ય શિક્ષણ તંત્ર તેમના ઘૂંટણીયે પડી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે તાજેતરમાં જ ગત 13 માર્ચના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવે છે. જેમાં સેન્ટર ઓફ એકસેલન્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પરંતુ આ અરજીઓ માત્ર ખાનગી સંસ્થાઓ માટે જ સીમિત રાખવામાં આવી છે. સરકારી શાળા કોલેજ કે સંસ્થાને વંચિત રાખવામાં આવી છે. ત્યારે ગાંધીનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સરકારે સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા ખાનગી સંસ્થાઓને રૂપિયા કમાવાનો ધંધો કરી આપ્યો : ABVP એબીવીપીના ગાંધીનગર શહેર મંત્રી અમનસિંહ ચાવડાએ કહ્યું કે, સરકારી સંસ્થાઓને સેન્ટર ઓફ એકસલન્સથી વંચિત રાખવાનો કારસો કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગના દલાલ અધિકારીઓ કર્મચારીઓ અને ખાનગી સંચાલકો બની રહ્યાં છે. આ પરિપત્ર દ્વારા 'ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો' તેવી સ્થિતિ નિર્માણ કરાવવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ જો એમાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શિક્ષણપ્રધાનના ઘરનો ઘેરાવો કરતાં પણ અચકાઈશું નહીં.સરકારે સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા ખાનગી સંસ્થાઓને રૂપિયા કમાવાનો ધંધો કરી આપ્યો ABVP