ગાંધીનગર : રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી.રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી.
જેમાં ત્રણ વિકલ્પો શિક્ષણ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
- શાળાઓ સપ્ટેમ્બર માસમાં ખુલે તો કઇ રીતનું આયોજન કરવું
- ઓક્ટોબર માસમાં શાળાઓ ખુલે તો કઇ રીતનું આયોજન કરવું
- નવેમ્બર માસમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો કઇ રીતનું આયોજન કરવું
- જેમાં શિક્ષણ સાથે જ કેટલો અભ્યાસ રાખવામાં આવે જાહેર રજા અને પરીક્ષાની બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, મહત્વની ચર્ચા ધોરણ- 10 અને ધોરણ-12ની બોર્ડના પરીક્ષાની કરવામાં આવી છે. કોઈપણ બોર્ડના વિદ્યાર્થીઓને નુકસાન થાય તે માટે પણ વિભાગને સૂચના આપવામાં આવી છે. જ્યારે અભ્યાસક્રમ બાબતે પણ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જો શાળા શરૂ થાય તો અભ્યાસક્રમ કેટલો રાખવો ઉપરાંત અભ્યાસક્રમમાં કયા લેસન અને કવિતાઓને બાદ કરવી ,કેટલો અભ્યાસક્રમ રદ કરવો, આ તમામ બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવી છે. જ્યારે આ તમામ મુદ્દે શિક્ષણ જગતના લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.