રાજ્ય સરકારે PGVCL, DGVCL અને MGVCLની પરીક્ષા રદ કરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હાઈકોર્ટે આપેલી સૂચનાને અનુસરવા માટે વીજ સહાયકની પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા સરકારને હુકમ આપવામાં આવ્યો હતો કે, હવે જે પણ સરકારી પરીક્ષા લેવામાં આવે તેમાં 10 ટકા બિન અનામત ઉમેદવારો માટે રિઝર્વ રાખવામાં આવે. જેથી રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.
આ મહિનાના અંતમાં જ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે પરીક્ષાના ગણતરીના દિવસો પહેલાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે. જેને કારણે પરીક્ષાર્થીઓએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
સરકાર દ્વારા જે પરીક્ષા રદ કરવામાં આવી છે, તેમાં ફક્ત 900 જેટલા ઉમેદવારોની ભરતી કરવાની હતી. પરંતુ હવે જે નવી ભરતી બહાર પાડવામાં આવશે, તેમાં 1500થી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં બોર્ડ દ્વારા કરવામાં આવશે.