- ભાજપમાં જોડાઈ ફરી અડધો કલાકમાં જ કોંગ્રેસમાં પાછા ફર્યા
- બાલકૃષ્ણ જોશીનો આક્ષેપ: મને દબાણ કર્યું
- અંતે ખુલાસો કરવો પડ્યો
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં અડધો કલાકમાં જોડાવાની વાત સામે આવી હતી. ગાંધીનગર મહાનગર વોર્ડ-3ના કોંગ્રેસના પ્રમુખ બાલકૃષ્ણ જોશી ભાજપમાં જોડાયા હતા અને અડધો કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. તેમને આક્ષેપ લગાવ્યો હતો કે, ખોટી રીતે મને ખેસ પહેરાવ્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનમાં આપ પાર્ટી તમામ વૉર્ડમાં ઉમેદવારો ઉભા રાખશે, પૂર્વ શહેર કોંગ્રેસ આપમાં જોડાયા
ભાજપના નેતાઓની સાથે ખેસ પહેરેલા ફોટો જોવા મળ્યા
જ્યારે ભાજપનો ખેસ પહેરાવ્યો ત્યારે મહાનગર ઇન્ચાર્જ અમિતભાઇ ઠાકર, મીડિયા કન્વીનર ર્ડો યજ્ઞેશ દવે, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ , મહામંત્રી અને વોર્ડના ઉમેદવારો અને બ્રહ્મ યુવા નેતા દિવ્ય ત્રિવેદીની હાજરી પણ હતી. જેમની સાથે તેમના ફોટો પણ જોવા મળ્યા હતા. જેથી કોંગ્રેસ નેતાની આ વાત માન્યામાં પણ આવે તેવી નથી.
આ પણ વાંચો: ડાંગ કોંગ્રેસના 8 સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતાં કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા અરજી
અંતે વીડિયો બનાવી કોંગ્રેસમાં જોડાવાનો ખુલાસો કર્યો
વોર્ડ નંબર-3ના પ્રમુખ બાલકૃષ્ણ જોશીએ વીડિયો બનાવી ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મને બ્રહ્મ સમાજના લોકો મીટિંગના બહાને લઈ ગયા હતા અને જબરજસ્તીથી ખેસ પહેરાવ્યો હતો. હું 30 વર્ષથી કોંગ્રેસનો વફાદાર છું. મારી નસ-નસમાં કોંગ્રેસ છે. તે પ્રકારે વીડિયો બનાવી ખુલાસો કર્યો હતો.