- 2100 મકાનો સામે 4,589 ફોર્મ આવ્યા
- 17,500 થી વધુ ફોર્મ લોકો લઈ ગયા પરંતુ ફોર્મ ભરવામાં રસ ઓછો
- ગુડાએ ફોર્મ ઓછા આવતા 4 મહિના મુદ્દત લંબાવવી પડી
ગાંધીનગર: EWS (Economically Weaker Section) મકાનો માટે લોકો 17,500 જેટલા ફોર્મ ગુડા (The Godavari Urban Development Authority) માંથી લઇ ગયા હતા. લોકોની સવલત માટે ઓનલાઈન અને ઓફલાઇન બન્ને પ્રકારની સવલત આપવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી ઓફલાઈન ફોર્મ 3,733 અને ઓનલાઇન ફોર્મ માત્ર 856 જ આવ્યા છે. આ સ્કીમમાં ઓછા ફોર્મ આવતા આજથી એક વર્ષ પહેલા જૂન આસપાસ EWS સ્કીમ માટે 728 ફોર્મ આવ્યા હતા. જેમાં 79 મકાનો હજુ પણ આપવાના બાકી છે ત્યારે તેમાં પણ લોકોના 4,000 આસપાસ ફોર્મ આવ્યા છે. તેમાં પણ કેટલાક ફોર્મ પરત લોકોએ લીધા છે. જેથી બાકીનાના ફોર્મ અપ્રુવ કરી તેમાં સમાવવામાં આવશે અને એ બાદ જ ડ્રો કરવામાં આવશે.
આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડના પાર્કિંગમાં ઝડપાઈ 59 વિદેશી દારૂની બોટલો
આ કારણોથી ગુડાની સ્કીમમાં લોકોનો રસ ઘટ્યો
ગાંધીનગર (Gandhinagar) શહેર અને આસપાસની વસ્તી અમદાવાદ જેવા અન્ય મહાનગરપાલિકા (Corporation) ના શહેરોની સરખામણીએ ઓછી છે. આ ઉપરાંત આ 1 BHK મકાન હોવાથી લોકો આ પ્રકરના એક રૂમ રસોડાના મકાનો લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. જ્યારે સ્કીમની પણ જાહેરાત માર્ચ મહિનામાં કરવામાં આવી હતી ત્યારે કોરોના પીક પર આવ્યો હતો અને આ કારણે અનેક લોકોના ઉદ્યોગ, ધંધા, નોકરીઓ પર રોજગારીની મોટી અસર પણ પડી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રહેતા મોટાભાગના નોકરિયાત વર્ગો રહે છે. જેમને સરકાર તરફથી ક્વાર્ટર પણ ઉપલબ્દ્ધ કરાવવામાં આવે છે. જેથી તેઓ આ પ્રકારની સ્કીમમાં ફોર્મ ભરવાનું ટાળે છે. જોકે ગુડા (GUDA) દ્વારા આ પહેલા પણ સ્કીમો પાડવામાં આવી હતી. જેમાં જરૂરીયાતવાળા લોકોએ પહેલા ફોર્મ ભરી મકાનો મેળવ્યા છે. આ બધા કારણોના કારણે લોકોએ ઓછા ફોર્મ ભર્યા છે.
આ પણ વાંચો: પાણીપુરીનું નામ સાંભળીને મ્હોમાં પાણી આવી જાય, તેવી પાણીપુરીની લારીઓ પર તવાઈ આવી
ટોટલ 2179 મકાનોની સાથે સ્કીમનો ડ્રો આગામી સમયમાં કરવામાં આવશે
ગાંધીનગર ગુડા (GUDA) દ્વારા EWS ના સરગાસણ, વાવોલ, પેથાપુર જેવા વિકસીત વિસ્તારોમાં આ સ્કીમ બનશે. જેના ટોટલ 2,100 મકાનોની સ્કીમ છે. જેમાં આ પહેલા અંદાજિત દોઢ મહિના પહેલા 1427 ફોર્મ ગુડા (GUDA) ને મળ્યા હતા પરંતુ માર્ચ મહિનાથી લઈ જુલાઈ મહિના સુધી તારીખ ઉપર તારીખ લંબાવવામાં આવી હતી. એ પછી માંડ સ્કીમના દોઢ ગણાથી ડબલ ફોર્મ આવ્યા હતા. જોકે સરગાસણ અને કુડાસણમાં પણ 79 મકાનો ખાલી છે. જેને આ સ્કીમમાં સમાવી ટોટલ 2179 મકાનોની સાથે સ્કીમનો ડ્રો આગામી સમયમાં કરવામાં આવશે. જે લોકોને પોતાનું મકાન ન હોય તેમને જ આ સ્કીમ માટે લાયક ગણવામાં આવશે.