- રાજ્ય સરકારનો 26 જાન્યુઆરીનો કાર્યક્રમ જાહેર
- દાહોદ ખાતે કરવામાં આવશે રાજ્યકક્ષાની ઉજવણી
- CM રૂપાણી અને રાજ્યપાલ દાહોદમાં કરશે ધ્વજવંદન
- તમામ પ્રધાનોને જિલ્લાની ફાળવણી કરવામાં આવી
ગાંધીનગર: 26મી જાન્યુઆરીની ઉજવણી માટે રાજ્ય સરકારે આયોજન પૂર્ણ કર્યું છે. આજે બુધવારે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યું હતું કે, રાજ્યકક્ષાના 26મી જાન્યુઆરીની ઉજવણીનો કાર્યક્રમ દાહોદ ખાતે કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દાહોદ ખાતે હાજર રહેશે, જ્યારે અન્ય કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોને જિલ્લા ફાળવવામાં આવ્યા છે.
દાહોદ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી
આ વર્ષે રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી દાહોદ જિલ્લામાં કરવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે બુધવારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ગવર્નર દેવવ્રત આચાર્ય અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.
પ્રધાનોની જિલ્લા પ્રમાણે ઉજવણી
- મુખ્યપ્રધાન વિજય રુપાણી-દાહોદ
- વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી-ખેડા
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ-વડોદરા
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-રાજકોટ
- આર.સી.ફળદુ-સુરેન્દ્રનગર
- કૌશિક પટેલ-ગાંધીનગર
- સૌરભ પટેલ-અમદાવાદ
- ગણપત વસાવા-સુરત
- જયેશ રાદડિયા-જામનગર
- દિલીપકુમાર ઠાકોર-કચ્છ
- ઈશ્વર પરમાર-નવસારી
- કુંવરજી બાવળીયા-ભાવનગર
- જવાહર ચાવડા-ગીર સોમનાથ
રાજ્યકક્ષાના પ્રધાનોની યાદી
- પ્રદિપસિંહ જાડેજા-પંચમહાલ
- બચુ ખાબડ-છોટાઉદેપુર
- જયદ્રથસિંહ પરમાર-આણંદ
- ઈશ્વરસિંહ પટેલ-વલસાડ
- વાસણ આહિર-પાટણ
- વિભાવરી દવે-મહેસાણા
- રમણલાલ પાટકર-અરવલ્લી
- કિશોર કાનાણી-ભરૂચ
- યોગેશ પટેલ-તાપી
- ધર્મેન્દ્રસિંહ જાડેજા-અમરેલી
આમ રાજ્યકક્ષાની ઉજવણીનો સત્તાવાર કાર્યક્રમ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વૈશ્વિક મહામારી છે, ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે.