ETV Bharat / city

રાજ્યમાં 13 ઓગસ્ટના દિવસે જાહેર થશે દેશની સ્ક્રેપ પોલિસી, સરકારે શરૂ કર્યું આયોજન - scrap policy will be announced in the state on August 13

કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ દરમિયાન સ્ક્રેપ પોલિસી(scrap policy)ની જાહેરાત કરી હતી, ત્યારે કેન્દ્ર પરિવહન પ્રધાન નીતિન ગડકરી( Nitin Gadkari ) ગુજરાત આવીને કેન્દ્રીય સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 13 ઓગસ્ટના રોજ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે.

રાજ્યમાં 13 ઓગસ્ટના દિવસે જાહેર થશે દેશની સ્ક્રેપ પોલિસી

author img

By

Published : Aug 2, 2021, 5:39 PM IST

  • કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો અભ્યાસ કરીને સરકાર કરશે જાહેરાત
  • ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભા મેજ પર રજૂ કરશે નવા નિયમો
  • 20 વર્ષ થયાં એટલે વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણા

ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ દરમિયાન સ્ક્રેપ પોલિસી(scrap policy)ની જાહેરાત કરી હતી, ત્યારે હવે સ્ક્રેપ પોલીસીના નીતિ નિયમો નક્કી થઈ ગયા છે અને કેન્દ્ર પરિવહન પ્રધાન નીતિન ગડકરી( Nitin Gadkari ) ગુજરાત આવીને કેન્દ્રીય સ્ક્રેપ પોલિસી(scrap policy)ની જાહેરાત કરશે, મળતી માહિતી પ્રમાણે 13 ઓગસ્ટના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો- નવી સ્ક્રેપ પોલિસીનો ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો

15 વર્ષ જુના વાહનો જશે ભંગારમાં

કેન્દ્ર સરકારની નવી નીતિ પ્રમાણે જે વાહનને 15 વર્ષ પૂર્ણ થઇ ગયા હશે, તે વાહનને બંગાળમાં મોકલવામાં આવશે. આ બાબતે કેન્દ્ર સરકારે ખાસ રોડ મેપ પણ તૈયાર કર્યો છે. આમ 13 ઓગસ્ટના દિવસે જાહેર થનારી સ્ક્રેપ પોલીસી(scrap policy) કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી( Nitin Gadkari ) 15 વર્ષ જૂના વાહનોને ભંગારમાં મોકલવાની પણ મહત્વની જાહેરાત કરશે.

રાજ્યમાં 3,29,97,291 વાહનો સ્ક્રેપમાં જશે ??

કેન્દ્ર સરકારની નવી આવી રહેલી સ્ક્રેપ પોલીસી પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાના નિયમો કરાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલીસી હેઠળ આવી જશે. આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના રસ્તા પર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ફરી રહ્યા છે કે, જેનું રજીસ્ટ્રેશન વર્ષ 1991થી 1999 વચ્ચે પણ થયું હોય તેવા વાહનો પણ હજુ કાર્યરત છે, ત્યારે રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી પણ સંભાવનાઓ નવી આવી રહેલી પોલિસીને આધીન લાગી રહી છે.

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની જાહેરાત

કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરી( Nitin Gadkari ) 13 ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર ખાતે સમગ્ર દેશને લાગુ પડે એવી સ્ક્રેપ પોલિસી(scrap policy)ની જાહેરાત કરશે, ત્યારે સાથે-સાથે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની મહત્વની જાહેરાત પણ મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે. આમ, ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગથી પ્રદૂષણ નથી ફેલાતું, ત્યારે પ્રદુષણને ઓછું કરવા માટે પણ સ્ક્રેપ પોલિસી અસરકારક નીવડશે.

રાજ્યમાં 13 ઓગસ્ટના દિવસે જાહેર થશે દેશની સ્ક્રેપ પોલિસી
રાજ્યમાં 13 ઓગસ્ટના દિવસે જાહેર થશે દેશની સ્ક્રેપ પોલિસી

આ પણ વાંચો- કેન્દ્ર Scrap Policy માં સુધારો કરે પછી ગુજરાત સરકાર કરશે આંશિક સુધારા, સ્ક્રેપ પોલિસીની વાતો જાણો

ગુજરાતમાં અભ્યાસ બાદ લાગુ પડશે પોલિસી

વર્ષ 2018માં કેન્દ્ર સરકારે વાહનને લગતી હેલ્મેટ શિલ્ડ અને દંડના નિયમોની પોલિસી લાગૂ કરી હતી. જેમાં રાજ્ય સરકારે તેના પર અભ્યાસ કરીને અમુક અંશે માંડવાળની રકમ એટલે કે દંડની રકમ ઘટાડીને ગુજરાત રાજ્યમાં નવા દંડના નિયમો લાગુ કર્યા હતા. તેવી જ રીતે સ્ક્રેપ પોલિસી(scrap policy)માં પણ કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકાર તેના પર અભ્યાસ કરીને દિવાળી બાદ પોલિસી લાગુ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.