- સી.જે. ચાવડાના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા ઉમેદવારો
- EVM માં ગરબડી થયાના આક્ષેપ કરાયા
- કોંગ્રેસને 44 માંથી 2 સીટો મળતા ઉમેદવારોમાં રોષ
ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાના નિવાસ સ્થાને કોંગ્રેસના તમામ ઉમેદવારો પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણીના આવેલા પરિણામને લઈને હોબાળો કર્યો હતો અને ભાજપ વિરોધી નારાઓ લગાવ્યા હતા. ગાંધીનગરના જુદા જુદા સેક્ટરોમાંથી અને વોર્ડમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ જોવા મળ્યા હતા. કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કેમ કે, કોંગ્રેસે 44 માંથી ફક્ત બે જ સીટ મેળવી હતી. જોકે આ પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે
20 થી 24 જેટલી સીટો આવી શકતી હતી પરંતુ અમારી સામે કાવા દાવા કરાયા છે: સી.જે.ચાવડા
કોંગ્રેસના ધારાસભ્ય અને કોર્પોરેશનની ચૂંટણીની તમામ જવાબદારી જેને સોંપાઈ હતી તેવા સી.જે. ચાવડાએ કહ્યું કે, અમે જે રીતે આ પહેલા અન્ય બે ચૂંટણીઓ લડી હતી. તેમાં જે રીતની આયોજન કોંગ્રેસનું હતું તેના કરતાં પણ વધુ આ વખતે અમે મજબૂત હતા. અમારી 20 થી 24 જેટલી સીટો આવી શકતી હતી. અમારો જે ગઢ હતો ત્યાં પણ અમને સીટો નથી મળી. કાવા દાવા અનેમારી સામે બી ટીમ ઊભી કરવામાં આવી હતી. શિક્ષણ કથળેલું છે અને આરોગ્યની ખરાબ પરિસ્થિતિ તેમજ પાટનગર જેવા વિસ્તારમાં પણ ઓક્સિજન અને ઈન્જેકશનનો અભાવ હોવા છતાં પણ આ પ્રકારની કથળેલી સ્થિતિમાં બી ટીમ ઊભી કરીને અમારા વોર્ડ 2, 4, 6, 7, 11 સહિતના વોર્ડ કાવા દાવા રચી બી ટીમ ઊભી કરી તેમને જીત મેળવી છે.
આ પણ વાંચો: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે BJPનો વિજયોત્સવ, Patil એ કર્યું સંબોધન
ફરીથી બેલેટ પેપરથી મતદાન કરવા માટે માગ કરી
કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ ચાવડાએ કહ્યું કે, ફરીથી મતદાન થવું જોઈએ અને આ મતદાન આ વખતે બેલેટ પેપર પરથી થવું જોઈએ. અમને આ સિસ્ટમ પર વિશ્વાસ જ નથી. સરકારે મારી સાથે ચિટિંગ જ કર્યું છે. તો અન્ય ઉમેદવાર એવા પારુલ ઠાકોરે જણાવ્યું કે, નેટ બંધ કરાવી તેમને ખોટી રીતે મતદાનને લઈને ખોટું કામ કર્યું છે. અમારા જે વોટ પડ્યા હતા એ વોટ અમને વોર્ડ નંબર 11 માં મળ્યા જ નથી. જેથી બીજીવાર મતદાન થાય તેવી અમારી માગ છે.
- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર 7 માં વિજય થઈ છે. ત્યારે વિજેતા ઉમેદવારોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને અત્યારે રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.
- રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેની આજે 5 ઓક્ટોબરે મતગણતરી થઇ રહી છે. અને અમુક બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહી છે, તો અમુક બેઠક પર કોંગ્રેસ પોતાના પંજા થકી પકડ મજબુત બનાવી રહી છે. જેમાં રાજકોટ જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અને આ બને બેઠક પર ભાજપના સૂપડા સાફ થયા છે.
- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર 7 માં વિજય થઈ છે. ત્યારે વિજેતા ઉમેદવારોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને અત્યારે રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.