ETV Bharat / city

ગાંધીનગર ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદો મળતા કલેક્ટર એક્શન મોડમાં - Gandhinagar elections

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar elections) પ્રક્રિયા આગળ વધી રહી છે. બપોરના એક કલાક સુધીમાં કુલ 30 ટકાની આસપાસ મતદાન થયું છે, ત્યારે અનેક ફરિયાદો આર.ઓ.ઓફિસર અને ગાંધીનગર કલેક્ટરને પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીમાં બોગસ વોટિંગ, બુથ પર પ્રચારની ફરિયાદો મળતા કલેક્ટરે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા આદેશ આપ્યાં છે.

As many as 10 complaints in the election

author img

By

Published : Oct 3, 2021, 4:04 PM IST

Updated : Oct 3, 2021, 4:32 PM IST

  • ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કલેક્ટરને મળી અનેક ફરિયાદો
  • બોગસ વોટિંગ, બુથ પર પ્રચારની મળી ફરિયાદો
  • 1 વાગ્યા સુધીમાં 30 ટકા જેટલું થયું મતદાન

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar elections) પ્રક્રિયા આગળ વધી રહી છે. બપોરના એક કલાક સુધીમાં કુલ 30 ટકાની આસપાસ મતદાન થયું છે, ત્યારે અનેક ફરિયાદો આર.ઓ.ઓફિસર અને ગાંધીનગર કલેક્ટરને પ્રાપ્ત થઈ છે. આ બાબતે Etv Bharat સાથે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે. બોગસ વોટીંગની વાત કરવામાં આવે તો ગાંધીનગરના સેક્ટર 24 ખાતે વોર્ડ નંબર ત્રણની મતદાન પ્રક્રિયામાં બોગસ વોટીંગની ફરિયાદનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં બોગસ વોટિંગ કરવા જતાં એક વ્યક્તિને અટકાવ્યો હોવાની વાત પણ સામે આવી છે. જે બાબતે પણ કાયદેસરની તપાસનો આદેશ કલેક્ટર ઓફિસથી આપવામાં આવ્યો છે.

ગાંધીનગર ચૂંટણી મહાસંગ્રામ: અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદો મળતા તાત્કાલિક ધોરણે ફરિયાદનો નિકાલ કરવા કલેક્ટરનો આદેશ

આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી

આમ આદમી પાર્ટીના બુથ તોડવામાં આવ્યું

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું બુથ તોડવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ ગાંધીનગર કલેક્ટર પાસે આવી હતી. કલેક્ટરે તમામ ઘટનાની તપાસ કરવા માટે એસપી મયૂરસિંહ ચાવડાને તપાસના આદેશ આપ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ મામલો ઉકેલવાની સૂચના પણ આપી હતી. આમ ગાંધીનગરના પણ આમ આદમી પાર્ટીના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હોવાની માહિતી પણ સામે આવી છે. જ્યારે સેક્ટર -24 માં ભાજપના કાર્યકરો પહેરીને આવતા હોબાળો થયો હતો તેવો આક્ષેપ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ganghinagar Election 2021: સેક્ટર 19ના મતદાનમથકમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ વ્હાઈટ ટોપી પહેરીને બેસતા કોંગ્રેસે કર્યો વિરોધ

કેવી ફરિયાદો આવી કલેક્ટર પાસે

કુલદીપ આર્યાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા ફરીયાદો બાબતે જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં મતદાન ટેન્ડરો બહાર રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ટોપી પહેરીને બહાર ઊભા હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટી પક્ષે કરી હતી. જ્યારે મનપા વિસ્તાર બહારના આપના કાર્યકરો ગાંધીનગરમાં હાજર હોવાની ફરિયાદ પણ કલેક્ટરને કરવામાં આવી હતી. વોર્ડ નંબર 5 માંથી મળેલી ફરીયાદની તમામ ફરિયાદોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું હતું.

  • ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) આજે 3 ઓક્ટોબરે ચૂંટણી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીમાં વિરોધ કર્યો છે. સેક્ટર-19ના મતદાનમથકમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ વ્હાઈટ ટોપી પહેરી બેસતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ પ્રવક્તા નિશીથ વ્યાસ મતદાન કરવા પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓએ વ્હાઈટ ટોપી પહેરતા તેમણે તેમનો વિરોધ કર્યો હતો. આ સાથે જ ઈલેક્શન કમિશનને લેખિતમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.
  • ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે 3 ઓક્ટોબરે મતદાન ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. હીરા બા ને સુરક્ષાકર્મી અને પરિવારના લોકો એ સહારો આપીને મતદાન મથક સુધી લાવ્યા હતા. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવડા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.
  • ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP એ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસ તરફથી સી.જે.ચાવડા, શકિ્તસિંહ ગોહિલ સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ એવા શકિ્તસિંહ ગોહિલ મતદાન કરવા માટે બાઈક પર પહોંચ્યા હતા. વોર્ડ નંબર 5 માં તેમને સેક્ટર- 19 માં તેમના મત ક્ષેત્ર વિસ્તારમાં મતદાન કર્યું હતું. આ સાથે તેમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ કરીને પેટ્રોલ, ડીઝલના વધતા ભાવનો પણ વિરોધ કર્યો હતો. તો સી.જે.ચાવડાએ જણાવ્યું કે, અગાઉની ચૂંટણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ હેઠળ ગાંધીનગરમાં લડાઇ હતી પરંતુ તેમ છતાં કોંગ્રેસનો વિજય થયો હતો.

Last Updated : Oct 3, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.