ETV Bharat / city

રાજયમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ પણ Rain નહીં, હજુ 5 દિવસ વરસાદની શકયતાઓ ઓછી

રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થયે એક માસ પૂર્ણ થઈ ગયો છે પણ વરસાદનું ( Rain ) પ્રમાણ પણ ખૂબ ઓછું છે. આજે રાજ્યના હવામાન વિભાગ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ આવનારા 5 દિવસ સુધી વરસાદ નહીં આવે. જ્યારે રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ પણ Rain નહીં, હજુ 5 દિવસ વરસાદની શકયતાઓ ઓછી
રાજયમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ પણ Rain નહીં, હજુ 5 દિવસ વરસાદની શકયતાઓ ઓછી
author img

By

Published : Aug 5, 2021, 4:11 PM IST

  • રાજયમાં છેલ્લાં 24 કલાકમાં એક ઇંચ વરસાદ નહીં
  • રાજયના હવામાન વિભાગની આગાહી, હજુ 5 દિવસ સુધી વરસાદ નહિવત
  • 10 ઓગસ્ટ સુધી વરસાદ નહી પડે,વાદળછાયું વાતાવરણ રહેશે

ગાંધીનગર : રાજ્યમાં ભારે વરસાદના ( Rain )કારણે સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગ, નેશનલ હાઇવે અને અન્ય માર્ગો બંધ કરવા પડે છે અથવા તો ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે. પણ ઇમરજન્સી સેન્ટર પરથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 5 ઓગસ્ટના 2 વાગ્યા સુધીમાં તમામ રસ્તાઓ કાર્યરત છે એક પણ રસ્તા બંધ થયાં નથી અને બંધ કરવામાં પણ આવ્યાં નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ ઇંચ વરસાદ નહીં
રાજ્યમાં ચોમાસાની સીઝન કાર્યરત છે પરંતુ રાજ્યમાં 24 કલાક માટે એક પણ ઇંચ વરસાદ ( Rain ) નોંધાયો ન.થી રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી માહિતી મળતી માહિતી પ્રમાણે રાજ્યના ફક્ત પાંચ જ જિલ્લાઓમાં ગણતરીના એક અથવા તો 2 MM વરસાદની નોંધણી થઈ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં એક ઈચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો ડાંગ વલસાડ નવસારી જિલ્લામાં જ ગણતરીના 1 અથવા 2 MM વરસાદ નોંધાયો છે.

5 જિલ્લામાં વરસાદ નોંધાયો, અન્ય જિલ્લામાં 00 MM વરસાદ
રાજ્યમાં તમામ તાલુકાઓને જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 33 જિલ્લાઓમાંથી ફક્ત પાંચ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તમામ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ પણ વરસાદ ( Rain ) નોંધાયો નથી. આમ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પણ હવે ચિંતામાં વધારો થયો છે. આમ ખેડૂતોએ વાવણી કરી અને પાક ઊભો થયો છે તે ઊભા પાકને પણ નુકસાન થવાની શક્યતાઓમાં વધારો થયો છે. જો વરસાદ હજુ પણ ખેંચાશે તો ખેડૂતોને આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં હજુ પણ Monsoon જમાવટ કરતું નથી, બુધવાર સુધીમાં Rain forecast

આ પણ વાંચોઃ ગિરનાર રોપ-વે પાછલા 48 કલાકથી જોવા મળી રહ્યો છે બંધ, લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે કરાયો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.