ગાંધીનગર : રાજ્ય સરકારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લોકમેળા બાબતે હજી સુધી સરકારે કોઇ જ પ્રકારનો નિર્ણય લીધો નથી. પરંતુ સરકાર હવે તમામ જવાબદારી જિલ્લા લેવલે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળા યોજાય તો કોરોના સંક્રમણનો ભય વધુ રહે છે. ત્યારે સરકારની ગાઈડલાઇન્સ ઉપર નજર કરવામાં આવે તો કેન્દ્ર સરકારે પણ કોઇપણ જાહેર મેળાવડા નહીં યોજવાનું જણાવ્યું છે. તેને ધ્યાનમાં લઈને જો કે કેન્દ્ર સરકારની ગાઇડ ફોલો કરવામાં આવે તો રાજ્યના તમામ લોકમેળા એડ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
રાજ્યમાં જન્માષ્ટમીના લોકમેળા રદ, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે - કોરોના ગાઈડ લાઇન્સ
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીરસ્તર પર છે. ત્યારે હવે કોરોનાના 24 કલાકમાં આવતાં કેસીસ પણ 1000નો આંકડો વટાવી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરમાં યોજાતાં લોકમેળા નહીં યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.