ગાંધીનગરઃ ભાજપની કેન્દ્ર સરકારને સત્તા સંભાળ્યાંના 8 વર્ષ પૂર્ણ (BJP completes eight years in central government) થયા છે. ત્યારે ભાજપે આ અંગેની ઉજવણી શરૂ કરી છે. તો આગામી 15 દિવસ રાજ્યમાં જુદા જુદા કાર્યક્રમો (BJP will arrange Program in Gujarat ) થશે. આ 8 વર્ષ દરમિયાન ભાજપે કરેલા કાર્યો અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે લોકોને આપી હતી.
આઠ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ અને કાર્યો
- આયુષ્માન ભારત યોજનામાં (Ayushman Bharat Yojana) 1.18 લાખ સેન્ટર ઊભા કરાયા. 18 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા. તેમાં 3.5 કરોડ લોકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી.
- કોરોનાની વૈશ્વિક મહામારીમાં 190 કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા
- પ્રધાનમંત્રી જનધન યોજનામાં 45.21 કરોડ ખાતા ખૂલ્યા
- પ્રધાનમંત્રી સ્વ-નિધિ યોજનામાં 31.90 લાખ લોન મંજૂર કરવામાં આવી
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) હેઠળ દેશના 80 કરોડ લોકોને અનાજ અપાયું
- વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ લોકોને લાભ મળ્યો
- દેશભરમાં 11 કરોડ શૌચાલયનું નિર્માણ કરાયું
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં 1.34 કરોડ યુવાઓને તાલીમ અપાઈ
- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી
- ત્રિપલ તલાક કાયદો રદ કરાયો
- ઊજાલા યોજના હેઠળ 36 કરોડ LED બલ્બનું વિતરણ
- કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા થયા
- ઉજ્જ્વલા યોજના અંતર્ગત 12 કરોડ મહિલાઓને ગેસ સિલિન્ડર અપાયા
- જલ જીવન મિશન અંતર્ગત 6.30 કરોડ ઘરોમાં નલથી પાણી પહોંચાડયું
- પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં 2.5 કરોડ ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને 10,000 કરોડની સહાય
- પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં 10.25 કરોડ અરજીઓ મંજૂર
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 2.55 કરોડ અને શહેરી વિસ્તારમાં 58 લાખ ઘરોનું બાંધકામ
- એક રાષ્ટ્ર એક કર અંતર્ગત GSTનું અમલીકરણ
- રશિયા યૂક્રેન યુદ્ધમાંથી ઓપરેશન ગંગા અંતર્ગત 23 હજાર ભારતીયોને સ્વદેશ લવાયા
- નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત 31,000 કરોડ રૂપિયાના ખર્ચે 364 પ્રોજેક્ટને મંજૂરી અને 183 પ્રોજેક્ટ પૂર્ણ
સફળતાનાં 8 વર્ષ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
- 1 થી 15 જૂન દરમિયાન કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો દરેક જિલ્લામાં સભાને સંબોધન કરશે
- 2, 3 જૂને જિલ્લામાં જિલ્લા પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજાશે
- 5 જૂને પર્યાવરણ દિવસે કિસાન મોરચા દ્વારા છોડ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
- 6 જૂને ભાજપ મહિલા મોરચા દ્વારા મંડળસહ મહિલા સંમેલન, આંગણવાડી બહેનોનો સંપર્ક સ્વસહાય જૂથ તેમ જ લાભાર્થી સંપર્ક
- 7 જૂને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવાનો અને લાભાર્થી સંપર્ક
- 8 જૂને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક અને ગામડા તથા શહેરોમાં ખાટલા બેઠક
- 9 જૂને OBC મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક, પત્રિકા વિતરણ અને ખાટલા બેઠક
- 10 જૂને પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેમાં લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે મિટિંગ
- 11 જૂને શહેરી ગરીબોનો સંપર્ક અને લાભાર્થી સંપર્ક
- 12 જૂને નવા મતદારોનો સંપર્ક
- 13 જૂને ભાજપના ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ
- 14 જૂને યુવા મોરચા દ્વારા દરેક જીલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલી
- 15 જૂને જે જિલ્લામાં સભા બાકી હશે ત્યાં સભા કરાશે
ડબલ એન્જીનની સરકાર - આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ શાસન ચલાવનાર નહીં, પરંતુ બદલાવ લાવનારી સરકાર છે. કેન્દ્રમાં અને ગુજરાતમાં બંને ભાજપની સરકાર છે. આ ડબલ એન્જિનની સરકાર (Double Engine Government) છે.