ETV Bharat / city

BJP જનતા સાથે સંપર્કમાં રહેવા સતત કરી રહી છે યાત્રાઓ, સૌપ્રથમ 1988-89 કરાઈ હતી યાત્રા - સોમનાથ અયોધ્યા યાત્રા ગુજરાત

ગુજરાત (gujarat)માં વિધાનસભાનું ઇલેક્શન (assembly election) હોય અથવા તો કોર્પોરેશનનું ઇલેક્શન (corporation election) હોય અથવા તો ગ્રામ પંચાયતનું ઇલેક્શન (gram panchayat election) હોય આ તમામ ચૂંટણીઓ (elections)ને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષ (bjp party) દ્વારા યાત્રાઓનું અને અનેક જનસંપર્ક કાર્યક્રમો (public relations programs)નું આયોજન કરવામાં આવતું હોય છે. ભાજપ (bjp) સમયાંતરે લોકો સાથે જોડાઈ રહેવા અને લોકોને જોડવા યાત્રાઓનું આયોજન કરતું રહે છે.

BJP જનતા સાથે સંપર્કમાં રહેવા સતત કરી રહી છે યાત્રાઓ, સૌપ્રથમ 1988-89 કરાઈ હતી યાત્રા

author img

By

Published : Nov 20, 2021, 5:46 PM IST

  • જનતા વચ્ચે રહેવા ભાજપ પક્ષ સમયાંતરે યોજી રહી છે યાત્રાઓ
  • વર્ષ 1988-89માં પ્રથમ વખત કરાઈ હતી યાત્રા
  • આદિવાસી સમાજ, ખેડૂતો, મજૂરોના પ્રશ્નો બાબતે કરાઈ હતી યાત્રાઓ

ગાંધીનગર: ગુજરાત (gujarat)માં વિધાનસભા (assembly elections)નું ઇલેક્શન હોય અથવા તો કોર્પોરેશનનું ઇલેક્શન (corporation election) હોય અથવા તો ગ્રામ પંચાયતનું ઇલેક્શન (gram panchayat election) હોય આ તમામ ચૂંટણીઓ (elections)ને ધ્યાનમાં લઈને ભાજપ (bjp) પક્ષ દ્વારા યાત્રાઓનું અને અનેક જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ભાજપ પક્ષમાંથી મળેલી માહિતી પ્રમાણે ભાજપ પક્ષે સૌપ્રથમ વખત વર્ષ 1989માં ગુજરાતમાં યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસની સરકાર (congress government)માં મજૂરોને વેતન પ્રાપ્ત થતું ન હતું તેને ધ્યાનમાં લઈને જનસંઘ (jan sangh) અને ભાજપ દ્વારા યાત્રાનું આયોજન કરીને લોકોનો વિશ્વાસ જીતવા માટેનો પ્રથમ પ્રયત્ન થયો હતો.

યાત્રાઓ જ રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરે છે

યાત્રાઓ દરમિયાન લોકોના અને જનતાના અભિપ્રાયો અને ફીડબેક તો મળતા રહે છે.

ભાજપની યાત્રા બાબતે etv ભારત દ્વારા ભાજપના પ્રવક્તા (BJP spokesperson) એવા યમલ વ્યાસ અને યગ્નેશ દવેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બન્ને પ્રવક્તાઓએ ફોન રિસીવ કર્યા ન હતા. રાજકીય પક્ષો (political parties)ની યાત્રાને લઇને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, યાત્રાઓ જ રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરે છે. યાત્રાઓ દરમિયાન લોકોના અને જનતાના અભિપ્રાયો અને ફીડબેક તો મળતા રહે છે, જ્યારે વધુમાં વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર (corone second wave) બાદ કેન્દ્ર સરકારના નવા પ્રધાનો દ્વારા ગુજરાતમાં આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં કોરોનાની પરિસ્થિતિ બાબતે ખાસ મુદ્દો મધ્યમાં રાખવામાં આવ્યો હતો. આ યાત્રામાં રૂપાણી સરકારનો નેગેટિવ રિસ્પોન્સ પ્રાપ્ત થયો હોવાની પણ વાત હતી, જેને લઈને જ ગુજરાતમાં અંતિમ સમયે રૂપાણી સરકારનું વિસર્જન કરીને ભુપેન્દ્ર પટેલની નવી સરકાર તૈયાર કરવામાં આવી છે.

ન્યાય યાત્રા

કોંગ્રેસની સરકારમાં રાજ્યમાં મજૂરોને પ્રમાણસર વેતન પ્રાપ્ત થયું નહોતું જેને લઈને જનસંઘ અને ભાજપ દ્વારા વર્ષ 1988-89માં પ્રથમ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામ વિકાસ યાત્રા

વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતના ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ અયોધ્યા યાત્રા

કહેવત છે કે સોમનાથથી યાત્રા શરૂ કરી હોય તેનું પરિણામ સારું જ આવે છે, ત્યારે અયોધ્યા રામમંદિર માટેની પ્રથમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર હતા.

એકતા યાત્રા

એકતા યાત્રાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ હતું. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સાથે મુરલીમનોહર જોષી હાજર રહ્યા હતા. આ યાત્રા દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરમાં ત્રિરંગો ફરકવાયો હતો.

સ્વામી વિવેકાનંદ યુવા યાત્રા

રાજ્યના યુવાઓમાં વિવેકાનંદના ગુણો ઉતરે. વિવેકાનંદની જીવન જીવવાની શૈલીની જાણકારી મળે તે હેતુથી યુવાઓને આકર્ષિત કરવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્યામજી કૃષ્ણ વર્મા

સાઉથ આફ્રિકાના જીનીવામાં તેમના અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓ પડ્યા હતા, જે ગુજરાતમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ યાત્રા કરવામાં આવી હતી, જેમાં અસ્થિ કુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કચ્છમાં ખાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે.

સ્વર્ણિમ ગુજરાત યાત્રા

તાત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના વિકાસમાં કરેલા તમામ કાર્યો અને વિકાસના મુદ્દે સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ ગુજરાત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કન્યા કેળવણી યાત્રા

ગુજરાત રાજ્યની દીકરીઓને-કન્યાઓને સરકારી યોજનાઓનો લાભ મળે અને સરકારી યોજનાઓથી દીકરીઓને શું ફાયદો થશે તેની જાણકારી અને સરકારી કામકાજ અને સેવાઓનો પ્રચાર-પ્રસાર કરવા માટે કન્યા કેળવણી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષિ યાત્રા

ગુજરાતના ખેડૂતો પોતાની જમીનમાં સારું પાક ઉત્પાદન મેળવી શકે તે માટે રાજ્યના વૈજ્ઞાનિકો દ્વારા રાજ્ય સરકારે લેબોરેટરીથી લેન્ડ સુધીના કન્સેપ્ટ સાથે સારું ઉત્પાદન ખેડૂતો મેળવી શકે તે હેતુથી ખેડૂતો માટે કૃષિ યાત્રાનું આયોજન કર્યું હતું.

વણથંભી વિકાસ યાત્રા

તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યો માટે વણથંભી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કરેલા તમામ કાર્યો અને નવી યોજનાઓનું પણ પ્રદર્શન આ વિકાસયાત્રા હેઠળ પ્રચાર-પ્રસાર માધ્યમોથી કરવામાં આવ્યું હતું.

આદિવાસી યાત્રા

આદિવાસી સમાજના લોકોને રાજ્ય સરકાર દ્વારા મદદ, લાભ અને નવા નિયમો તથા આદિવાસી સમાજનો વિકાસ થાય શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેને ધ્યાનમાં લઈને આદિવાસી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતુ વાઘાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા તે દરમિયાન પણ આવી ગયા તેનું આયોજન કરાયું હતું. આમ ગુજરાતમાં કુલ 2 વખત આદિવાસી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ભારત કે મન કી યાત્રા

વર્ષ 2014 લોકસભા ઇલેક્શન દરમિયાન ભારત કે મન કી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો પાસેથી સૂચનો પણ મેળવવામાં આવતા હતા. આ યાત્રા દરમિયાન લોકો પાસેથી સૂચનો પણ મેળવવામાં આવતા હતા.

સંવિધાન યાત્રા

વર્ષ 2010માં હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાનના 60 વર્ષની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરી હતી, જેમાં સંવિધાનની બુકને હાથી પર રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 કિલોમીટર સુધી પદયાત્રા કરી હતી.

જન આશીર્વાદ યાત્રા

કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ થયા બાદ ગુજરાતના 5 સાંસદોને કેન્દ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે, જેમાં મનસુખ માંડવિયા, દર્શનાબેન જરદોષ, ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, પરસોત્તમ રૂપાલા જેવા સાંસદોને કોરોનાની બીજી લહેર બાદ જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું હતું, પણ જાહેર જનતામાં સરકાર વિરુદ્ધ રોષની લાગણી હતી જેથી તાત્કાલિક ધોરણે સરકાર બદલવાની જરૂર પડી હતી.

નર્મદા યાત્રા

નર્મદા નદીને મધ્યમાં રાખીને ભાજપ પક્ષ દ્વારા નર્મદાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા નદીની પૂજા, સ્વાગત, આવકાર આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે આ નર્મદા યાત્રા મહત્તમ રીતે નર્મદા જિલ્લા અને નર્મદાથી જે જિલ્લાઓને પાણી પૂરું પાડવામાં આવે છે તે જિલ્લાઓમાં રાખવામાં આવ્યું હતું.

જળ યાત્રા

સમગ્ર વિશ્વમાં પાણી બચાવો અભિયાન કાર્યરત છે, ત્યારે ગુજરાત ભાજપ દ્વારા જળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણી બચાવો, ચેકડેમ બનાવવા, તળાવ ઊંડા કરવા, આ તમામ પ્રોજેક્ટરને મહત્વ આપવામાં આવ્યું હતું, જ્યારે તળાવ ઊંડા કરવાની કામગીરી, ચેક ડેમ બનાવવાની કામગીરીથી રોજગારી પણ ઉત્તપન્ન કરવામાં આવી હતી.

સદભાવના મિશન યાત્રા

તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદ્ભાવના મિશન યાત્રાનું પણ આયોજન કર્યું હતું. આ યાત્રા દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના તમામ જિલ્લાઓમાં 24 કલાક રોકાઈને પ્રચાર પ્રસાર કર્યા હતા.

ગુજરાત ગૌરવ યાત્રા

લોકસભાની ચૂંટણી પહેલાં 10 જાન્યુઆરી 2018ના રોજ ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 રથ જોડવામાં આવ્યા હતા. 15 દિવસની આ યાત્રા સમગ્ર ગુજરાતના કુલ 149 વિધાનસભા વિસ્તારમાં કરવાની હતી. મહત્વની વાત કરવામાં આવે તો આ યાત્રામાં પૂર્વ રેલવે મિનિસ્ટર પિયુષ ગોહેલ પણ જોડાયા હતા, જ્યારે પ્રથમ યાત્રાનો દોર સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી શરૂ થઈ હતી અને તે યાત્રા પ્રથમ ઓક્ટોબરે શરૂ થઈને કુલ 1361 કિલોમીટર અને 76 વિધાનસભા વિસ્તારમાં ફરી હતી.

73 વિધાનસભા વિસ્તારોમાં બીજા તબક્કાની યાત્રા

બીજા તબક્કાની વાત કરવામાં આવે તો તે 2 ઓક્ટોબર 2018ના રોજ પોરબંદરથી શરૂ કરવામાં આવી હતી, જે મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે અને બીજા તબક્કાની યાત્રામાં કુલ 73 વિધાનસભા વિસ્તારોમાં ફરીને કુલ 2395 કિલોમીટર નું અંતર પૂર્ણ કર્યું હતું. યાત્રાના પૂર્ણતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ જોડાયા હતા. ગુજરાત મોડલ પર યાત્રાની થીમ રાખવામાં આવી હતી, જેમાં 'હું વિકાસ છું, હું ગુજરાત છું'નું સૂત્ર પણ મૂકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી

આ પણ વાંચો: RTOની ડુપ્લીકેટ RC બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.