ETV Bharat / city

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર રથયાત્રાના દિવસે 12 જુલાઇના રોજ ખુલશે

અમદાવાદમાં રથયાત્રાને લઈ ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ( Akshardham temple ) સોમવારના રોજ સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલશે. 9 એપ્રિલથી અક્ષરધામ મંદિર બંધ હતું. કોરોના વૈશ્વિક મહામારીને કારણે બંધ રહેલુ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ફરી શરૂ થશે.

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર રથયાત્રાના દિવસે 12 જુલાઇના રોજ ખુલ્લુ રહેશે

author img

By

Published : Jul 9, 2021, 7:54 PM IST

Updated : Jul 9, 2021, 8:32 PM IST

  • 9 એપ્રિલથી બંધ હતું અક્ષરધામ મંદિર
  • સોમવારે સવારે 10થી સાંજે 7:30 કલાક સુધી ખુલ્લું રહેશે મંદિર
  • 12 જુલાઈ સિવાયના તમામ સોમવારે ફરી બંધ રહેશે મંદિર

ગાંધીનગર: અમદાવાદમાં રથયાત્રા ( Rathyatra )ને લઈ ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર (Akshardham temple ) સોમવારના રોજ સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે. દર્શનાર્થીઓ અને ભાવિ ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. દર્શન કરવા માટે હાલનું સમયપત્રક પ્રમાણે સવારે 10 કલાકથી સાંજે 7:30 કલાક દરમિયાન અક્ષરધામ (Akshardham temple) પરિસરમાં પ્રવેશ મળી શકશે. દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ પ્રકારના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે

સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ કોવિડ-19ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. રથયાત્રાના દિવસે સોમવાર હોવા છતાં તે દિવસે સોમવારે અક્ષરધામ મંદિર શરૂ થશે. તે દિવસ સિવાયના દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

આ પણ વાંચોઃ શનિવારથી અક્ષરધામ મંદિરના કપાટ ખુલશે, તમામ લોકોને એન્ટ્રી

વોટર શૉ ને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે

અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટર શૉ ( Water show )ને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે. અક્ષરધામની અંદર વોટર શૉ સૌથી વધુ ફેમસ છે, ત્યારે ફરી આ શૉ માણવાનો લોકોને મોકો મળી રહેશે.

Last Updated : Jul 9, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.