ETV Bharat / city

મહાત્મા મંદિર ખાતે GTUનો 10મો કોન્વોકેશન યોજાયો

author img

By

Published : Jan 18, 2021, 7:56 PM IST

મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનો દસમો કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 132 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે 51 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.

કોન્વોકેશન
કોન્વોકેશન
  • મહાત્મા મંદિર ખાતે GTUનો કોન્વોકેશન યોજાયો
  • રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સીએમ વિજય રૂપાણી રહ્યા હાજર
  • 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનો દસમો કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 132 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે 51 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.

મહાત્મા મંદિર ખાતે GTUનો 10મો કોન્વોકેશન યોજાયો
મહાત્મા મંદિર ખાતે GTUનો 10મો કોન્વોકેશન યોજાયો

રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ વિદ્યાર્થીઓને આપી સલાહ

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય અંગેની સલાહ આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પણ 18-18 કલાક સતત કામ કરતા રહે છે. જ્યારે તેમના કામથી જ સમગ્ર દેશનું નામ વધુ પ્રખ્યાત થયું છે અને આવી જ રીતે તમે પણ કામ કરતા રહો જેથી આવનારા સમયમાં જે ભૂતકાળમાં દેશનું નામ વિશ્વ ગુરુ હતું તે ફરીથી વિશ્વ પ્રસિદ્ધ થાય.

સીએમ રૂપાણીએ ભૂતકાળની વેદના રજૂ કરી

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 1995માં ગુજરાતની પરિસ્થિતિ બાબતની ચર્ચા વ્યક્ત કરી હતી. 1995માં ગુજરાતમાં ફક્ત 20 જેટલી જ કોલેજો હતી. જે આજે વધીને 220 જેટલી એન્જિનિયરિંગની કોલેજો શરૂ થઈ છે. પહેલાના સમયમાં ફક્ત 12295 જેટલી સીટ એન્જિનિયર્સ માટે ઉપલબ્ધ હતી. પરંતુ હવે આજના સમયગાળા દરમિયાન આ સીટમાં વધારો થઇને કુલ 81 હજાર જેટલી એન્જિનિયરની સીટ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પોલિસીને મુક્ત કરી દીધી જ્યારે ડિપ્લોમાની કોલેજોમાં પણ અને સીટોમાં પણ વધારો થયો છે. પહેલા વિદેશના વિદ્યાર્થીઓ ગણતરીની સંખ્યામાં જ ગુજરાતમાં અભ્યાસ માટે આવતા હતા. પરંતુ આજના સમયમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જ્યારે આવનારા સમયમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં ગુજરાતમાં આવે તેનું પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે.

કોરોના કાળમાં આવેલી સમસ્યાથી વિદ્યાર્થીઓએ શીખવા જેવું: શિક્ષણપ્રધાન

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવીદાન સમારોહમાં કોરોના કાળને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં એવી સમસ્યાઓ સામે આવી છે કે, જે અંગે કોઈએ વિચાર્યું પણ નહતું. વિદ્યાર્થીઓને હવે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું તે અંગે વિચારવાનું રહેશે. આ તમામ અંગેનું સમાધાન લાવવું પડશે. જ્યારે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીમાં અનેક એવા મોટા ઈનોવેશન થયા છે, કે જે ખરેખર વિશ્વમાં ગુજરાત અને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીનું નામ પ્રસિદ્ધ કરી રહ્યા છે. જ્યારે વધુને વધુ ઈનોવેશન થાય તે માટે પણ રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.