ETV Bharat / city

ગુજરાત સ્થાનિક ચૂંટણીઃ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા, પણ બેઠક પર અસ્પષ્ટતા - Election In Gujarat

રાજ્યની છ મહાનગરપાલિકાઓની હદમાં વિસ્તરણનું જાહેરનામું બહાર પાડ્યા બાદ સરકારે નવુ સીમાંકન પણ જાહેર કર્યું છે. ગાંધીનગર સિવાય રાજ્યની પાંચ મહાનગરપાલિકામાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં જૂનમાં નવા વિસ્તારો ભેળવ્યા બાદના સીમાંકન સાથેનું જાહેરનામું શહેરી વિકાસ વિભાગે બહાર પાડી દીધું છે. જેના કારણે હવે ચૂંટણીઓ પણ નવેમ્બરમાં સમયસર થઇ જશે તે નિશ્વિત છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાને રાખી સરકારે ઝડપી નિર્ણય લીધો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં પંચાયતોની ચૂંટણી યોજાવાની હોવા છતાં આ સંદર્ભે બેઠકો અંગે નિર્ણય લેવાયો નથી.

Elections In Gujarat
ગુજરાત ચૂંટણીના સમાચાર
author img

By

Published : Jul 12, 2020, 7:10 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં વિવિધ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની હદના વિસ્તારોને ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓમાં ભેળવવામાં આવ્યા હતાં, ત્યારબાદ સરકારે બુધવારે બહાર પાડેલા મુજબ, સુરતમાં 1 વોર્ડ અને 4 બેઠકનો વધારો તથા ગાંધીનગરમાં 3 વોર્ડ અને 12 બેઠકના વધારાને બાદ કરતા બાકીની અમદાવાદ, રાજકોટ સહિતની તમામ મહાનગરપાલિકાઓમાં વોર્ડ અને બેઠક યથાવત રાખવામાં આવી છે.

ગાંધીનગર મનપાની ચૂંટણી એપ્રિલ-2021માં યોજાવાની છે, પરંતુ અન્ય મહાનગરોમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. મહાનગરોના નવા સીમાંકન બાદ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી અને જનાધાર વધારવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે, પરંતુ પંચાયત વિસ્તારોમાં સન્નાટો છે. વિસ્તારમાં ઘટાડા સાથે મનપા સાથે સંકળાયેલી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં ઘટાડો નિશ્ચિત છે.

ગાંધીનગરમાં પેથાપુર નગરપાલિકા હવે મનપામાં ભળી ગઈ છે, જ્યારે 18 ગામની બેઠકો હવે જિલ્લા પંચાયતમાંથી તબદિલ થઈને મ્યુનિમાં આવી છે. તે જ રીતે સુરત મનપામાં એક વોર્ડ અને ચાર બેઠકો વધી છે, પરંતુ મનપાની બેઠકોમાં વધારાના પગલે જિલ્લા-તાલુકા પંચાયતોની બેઠકોમાં કેટલો ઘટાડો થશે તે અંગે જાહેરનામું બહાર પડ્યું નથી.

મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે સરકાર તરફથી જાહેરનામું બહાર ન પડાતા અસમંજસ ઊભી થઈ છે. બેઠકો અને સભ્યોની સંખ્યામાં ઘટાડા સંદર્ભે સમયસર સ્પષ્ટતા ન થાય તો છ મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાઈ જશે, પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વિલંબ સર્જાવાની શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.