ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં 10 ધન્વંતરિ આરોગ્ય રથ આપવામાં આવ્યાં છે. જેમાંથી 6 ધન્વંતરિ આરોગ્ય રથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને 4 રથ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફેરવવામાં આવી રહ્યાં છે. એક ધન્વંતરિ આરોગ્ય રથમાં એક તબીબી અધિકારી, આરોગ્ય કર્મચારી સાથે રહી ફરજ બજાવી રહ્યાં છે. નક્કી કરેલા વિસ્તારમાં આ રથ ઉભો રાખવામાં આવે છે. તબીબી અધિકારી દ્વારા નાગરિકોના આરોગ્યની સ્થળ પર જ તપાસ કરવામાં આવે છે. જેમા પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવે છે. જો શંકાસ્પદ કોવિડ 19ના લક્ષણો જો કોઇ વ્યક્તિમાં જોવા મળે છે, તેવા વ્યક્તિને સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે રીફર કરવામાં આવે છે.
ગાંધીનગર શહેરમાં ધનવંતરી રથ દ્વારા સર્વે, 50થી 60 વર્ષના દર્દી વધુ સામે આવ્યાં - Gandhinagar
ગાંધીનગર શહેરમાં ધન્વંતરિ રથ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ઉપરપટ્ટી વિસ્તારમાં તબીબો દ્વારા વાયરસનું સંક્રમણ ન થાય તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજે સેક્ટર 11માં આવેલા સ્લમ વિસ્તારમાં તબીબો દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં 50થી 60 વર્ષના લોકો વધુ બીમારીવાળા સામે આવ્યાં હતાં.