ETV Bharat / city

CM નિવાસસ્થાને યોજાયો સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દેશન કાર્યક્રમ, યુવા સ્ટાર્ટઅપ્સની શોધોનું થયું ડેમોન્સ્ટ્રેશન - સ્ટાર્ટઅપ્સની શોધોનું ડેમોન્સ્ટ્રેશન

'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ (Self-reliant Gujarat to self-reliant India) નેમ સાથે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને (At the Chief Minister's residence) સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દશન કાર્યક્રમ (Success Dialog-Demonstration from Startups Program) યોજાયો હતો. યુવા સ્ટાર્ટઅપ્સને સફળતા-સિદ્ધિ માટે આઇ-ક્રિએટ (iCreate gujarat) જેવી સંસ્થાના માર્ગદર્શન સાથે સરકાર સેતુરૂપ બનવા પ્રયત્નશીલ બની છે તેવું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું.

CM નિવાસસ્થાને યોજાયો સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દેશન કાર્યક્રમ, યુવા સ્ટાર્ટઅપ્સની શોધોનું થયું ડેમોન્સ્ટ્રેશન

author img

By

Published : Nov 18, 2021, 10:58 PM IST

  • સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દેશન કાર્યક્રમ યોજાયો
  • મુખ્યપ્રધાન નિવાસ સ્થાને કાર્યક્રમનું આયોજન થયું
  • મુખ્યપ્રધાને રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો

ગાંધીનગર: આત્મનિર્ભર ગુજરાત (Atmanirbhar Gujarat)થી આત્મનિર્ભર ભારત (Atmnirbhar Bharat)ની સંકલ્પના સાથે મુખ્યપ્રધાન નિવાસ (At the Chief Minister's residence) સ્થાને આયોજીત સ્ટાર્ટઅપ્સ (Startups)થી સક્સેસ સંવાદ શ્રેણીમાં રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ (Dialog) કર્યો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સને સફળતા માટે આઇ-ક્રિએટ (iCreate gujarat) જેવી શોધ –સંશોધન સંસ્થાન દ્વારા માર્ગદર્શન અને સહાયથી રાજય સરકાર સેતુ બનવા પ્રયત્નશીલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રહિત ભાવથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હોનહાર યુવા શક્તિ (Promising youth power)ની આવી નવિન શોધને કોઇ ઇનિશિએટિવ્સ અત્યાર સુધી મળતા ન હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi)એ દરેક ક્ષેત્રે હરેકને તક મળે, હરેક વ્યક્તિ દેશ માટે કંઇક કરી શકે તેવા રાષ્ટ્રહિત ભાવથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન (Promoting startups) આપ્યું છે.

CMએ યુવા સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપી

સ્ટાર્ટઅપ્સ અને નવિન આયામો દેશ અને રાજ્ય માટે ગૌરવ રૂપ છે

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લા, શહેરોમાંથી આવેલા આ યુવા સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવા શક્તિના આવા સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપ્સ અને નવિન આયામો દેશ અને રાજ્ય માટે ગૌરવ રૂપ છે અને લાભદાયી પણ છે.

યુવા સ્ટાર્ટઅપ્સ યોગ્ય મદદ માટે રાજ્ય સરકારની તત્પરતા

વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે, આપણે કરેલી શોધ કે સિદ્ધિ કોઇ બિરદાવે તો અલગ જ પ્રોત્સાહન તથા આનંદ મળે છે. આવો આનંદ જે આત્મવિશ્વાસ વધારે છે તે આજીવન કાયમ રહે છે અને મુશ્કેલી-તકલીફના સમયે માર્ગદર્શન કરતો રહે છે. તેમણે યુવા સ્ટાર્ટઅપ્સને જરૂર જણાયે યોગ્ય મદદ માટે રાજ્ય સરકારની તત્પરતા પણ દર્શાવી હતી.

મુખ્યપ્રધાને 25 યુવા સ્ટાર્ટઅપ્સનું ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું

મુખ્યપ્રધાને યુવા સ્ટાર્ટઅપ્સના આગવા શોધ-સંશોધનોનું ડેમોન્સ્ટ્રેશન દરેક પાસે જઇને રસપૂર્વક પ્રત્યક્ષ નિહાળ્યું.

મુખ્યપ્રધાને 25 જેટલા યુવા સ્ટાર્ટઅપ્સના આગવા શોધ-સંશોધનોનું ડેમોન્સ્ટ્રેશન દરેક પાસે જઇને રસપૂર્વક પ્રત્યક્ષ નિહાળ્યું હતું અને તેની વિશેષતાઓ જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓ માટે 'મિશન ખાખી 2021' શરુ કરવામાં આવ્યું

આ પણ વાંચો: ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.