- ધોરણ 9થી 12ની પરીક્ષા પેટર્ન બદલાઈ
- 30 માર્ક્સનું વૈકલ્પિક અને 70 માર્ક્સનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર રહેશે
- કોરોનાને કારણે ફક્ત 1 વર્ષ માટે જ નિયમ લાગુ રહેશે
ગાંધીનગર: વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારે રાજ્ય સરકારે કોઈપણ પ્રકારના અભ્યાસક્રમમાં ઘટાડો (reduction in curriculum in gujarat) કર્યો નથી. જો કે પરીક્ષા પેટર્નમાં સુધારો (exam pattern changes in gujarat) કરવામાં આવ્યો છે જે બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (education minister jitu vaghani)એ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પહેલા ધોરણ 9થી 12ની પરીક્ષામાં (Std 9 to 12 exams pattern) 20 માર્ચનું વૈકલ્પિક અને 80 માર્ક્સનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર (exams pattern) રહેતું હતું. હવે 30 માર્ક્સનું વૈકલ્પિક અને 70 માર્ક્સનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર (descriptive question paper in exams in gujarat) રહેશે.
રાજ્યના 30 લાખથી વધુ વિધાર્થીઓને થશે લાભ
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં રાજ્યના કુલ 30 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા (competitive examination in gujarat)માં વધારે સારો દેખાવ કરી શકશે અને સારૂ પરિણામ મેળવી શકશે.
ફક્ત 1 વર્ષ માટે આ નિયમ લાગુ
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 9થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ (general stream students of standard 9 to 12 gujarat) માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ (coronavirus in gujarat)ને ધ્યાનમાં લઈને ફક્ત આ નિયમ એક વર્ષ માટે જ લાગુ કરવામાં આવશે, જ્યારે આવતા વર્ષે એટલે કે આવનારા નવા શૈક્ષણિક વર્ષમાં જૂની સિસ્ટમ પ્રમાણે પરીક્ષા અમલી રહેશે.
બોર્ડની પરીક્ષા નવી પેટર્ન પ્રમાણે લેવામાં આવશે
માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (std 10 and 12 board exams in gujarat)નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે બેઠકોની પણ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ધોરણ-10 અને 12ની માર્ચ મહિનામાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં નવા પેપર સ્ટાઈલ પ્રમાણે જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જ્યારે આ નવી પરીક્ષા પેટર્ન ફક્ત એક વર્ષ માટે જ મર્યાદિત છે. નવા શૈક્ષણિક વર્ષથી જૂની પ્રથા અમલી થશે.