ETV Bharat / city

કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન સમક્ષ પ્રધાન પૂર્ણેશ મોદીએ 10 મુદ્દા પર કરી ચર્ચા, રાજ્યમાં શરૂ થશે એર એમ્બુલન્સ સર્વિસ - રાજ્ય ઉડ્ડયન અંગેના સમાચાર

હાલમાં જ દેશના તમામ રાજ્યોના ઉડ્ડયન પ્રધાનો (Aviation ministers of all states) સાથે કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાનની (Union Minister of Aviation) એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના કેબિનેટ રાજ્ય ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ (State Minister Purnesh Modi 10 જેટલા મુદ્દા પર ચર્ચા કરી છે. તો આગામી દિવસોમાં રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) પહેલા એર એમ્બુલન્સ (Air Ambulance Service) શરૂ કરવા, એર કનેક્ટિવિટી (Air Connectivity) વધારવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન સમક્ષ પ્રધાન પૂર્ણેશ મોદીએ 10 મુદ્દા પર કરી ચર્ચા, રાજ્યમાં શરૂ થશે એર એમ્બુલન્સ સર્વિસ

author img

By

Published : Nov 24, 2021, 9:50 AM IST

  • તમામ રાજ્યોના ઉડ્ડયન પ્રધાનો (Aviation ministers of all states) સાથે કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાનની (Union Minister of Aviation) યોજાઈ બેઠક
  • બેઠકમાં રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ (State Minister Purnesh Modi) 10 મુદ્દા પર કરી ચર્ચા
  • અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સર્વિસ (Helicopter Service) શરૂ થશે
  • 108 એર એમ્બ્યુલન્સ સર્વિસ (Air Ambulance Service) પણ થશે શરૂ
  • 20 જાન્યુઆરીથી અમદાવાદ એરપોર્ટના રન-વે (Ahmedabad Airport Run Way) કામગીરી શરૂ થશે

ગાંધીનગરઃ તાજેતરમાં જ તમામ રાજ્યોના ઉડ્ડયન પ્રધાનોની કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન સાથે એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના કેબિનેટ ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ (State Minister Purnesh Modi) 10 જેટલા મુદ્દા ઉપર ચર્ચા કરી છે. આ બાબતે પૂર્ણેશ મોદીએ (State Minister Purnesh Modi) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુજરાતમાં આગામી દિવસોમાં એર કનેક્ટિવિટી (Air Connectivity) વધુમાં વધુ બને તે માટેની ખાસ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારમાં પણ તે બાબતની મંજૂરી મૂકવામાં આવી છે. જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) શરૂ થાય અથવા તો તેની આસપાસના દિવસોમાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.

તમામ રાજ્યોના ઉડ્ડયન પ્રધાનો (Aviation ministers of all states) સાથે કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાનની (Union Minister of Aviation) યોજાઈ બેઠક

કયા મુદ્દે મહત્ત્વની ચર્ચા થઈ?

રાજ્યના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (State Minister Purnesh Modi) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં એર એમ્બ્યુલન્સની (Air Ambulance Service) શરૂઆત કરવામાં આવશે, જે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit)ની આસપાસના દિવસોમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે. મહત્ત્વની વાત કરીએ તો 108 એમ્બુલન્સનું ભાડું ખાનગી વ્યક્તિ માટે 65,000 અને હોસ્પિટલો માટે 55,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

સી-પ્લેન અંગે પણ થઈ ચર્ચા

રાજ્યમાં સી પ્લેન સેવાઓ (Sea Plane Service) માટે 6 સ્થળોની પસંદગી કરવામાં આવી રહી છે. આ માટેની સરવેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં વાત કરીએ તો, સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront), સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity), પાલીતાણા (Palitana), શેત્રુંજય ડેમ (Shetrunjay Dam), સાપુતારા લેક (Saputara Lake), મહેસાણા (Mehsana), ધરોઈ ડેમ (Dharoi Dam) અને સુરતના ઉકાઈ ડેમ (Ukai Dam of Surat)ની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સર્વિસ

રાજ્યના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (State Minister Purnesh Modi) વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ દર્શન માટે વિશેષ હેલિકોપ્ટર સર્વિસ (Helicopter Service) પણ શરૂ કરવામાં આવશે. આ બાબતે કેન્દ્ર સરકારમાં (Central Government) રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ સર્વિસ શરૂ થાય તે બાબતનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આમ, અમદાવાદને હેલિકોપ્ટર મારફતે નિહાળવાનો એક સારો અવસર અને એક નવું નજરાણું અમદાવાદીઓને પ્રાપ્ત થશે.

અન્ય ઉડ્ડયન સેવા પણ શરૂ થશે

ઉત્તર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાનો (Aviation service) લાભ મળે તે હેતુસર ડીસા એરસ્ટ્રીપ (Deesa Airstrip)ને સત્વરે શરૂ કરાય તે માટે જમીન માપણી માટે પણ કેન્દ્ર સરકારને (Central Government) દરખાસ્ત કરવામાં આવી છે. એ જ રીતે પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધા પૂરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) નિર્માણ માટેની પણ દરખાસ્ત કેન્દ્ર સરકારમાં (Central Government) કરવામાં આવી છે.

ગ્રીન એરપોર્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા

રાજકોટનાં ગ્રીન એરપોર્ટ (Green Airport of Rajkot) માટે પણ નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે એવિએશન પાર્ટીના (Aviation Party) જોડાણ માટે ટેક્સી લિન્ક (Taxi link) ની મંજૂરી માંગવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટ ઉડાન સેવા (Keshod Airport Flight Service) અંતર્ગત પાર્કિંગની સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા રાજ્ય સરકાર (State Government) દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત 9 એરપોર્ટ (Airport) અને 3 એર ટ્રીપ (Airstrip) પર ટ્રાફિક (Traffic) વધી ગયો છે. તેને ધ્યાનમાં લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સીઆઈએસએફના જવાનોની (CISF Soldiers) સેવાઓ વધારે પૂરી પાડવામાં આવે અને વધુ કેન્દ્રો તૈયાર થાય તે માટેની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

વાઈબ્રન્ટ સમિટ પછી અમદાવાદ રેલવેની મરામત શરૂ થશે

અમદાવાદ રેલવે મરામતની કામગીરી આગામી 3 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ રાજ્યમાં જે રીતે ગુજરાત ગ્લોબલ સમિટની (Gujarat Global Summit) તૈયારીઓ ચાલી રહી છે અને 10 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ બાબતે પણ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને મરામતની કામગીરી પાછળ ધકેલવામાં આવી છે, જે હવે 20 જાન્યુઆરીથી અમદાવાદ રન-વેની (Ahmedabad Run Way) મરામત કામગીરી શરૂ કરવામાં આવશે..

અમદાવાદ સી-પ્લેનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી (Sabarmati Riverfront) કેવડિયા કોલોની (Kevadiya Colony) સુધીનું સી-પ્લેનની (Sea Plane) શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના મહિના સુધી જ સર્વિસ યથાવત્ રાખવામાં આવી હતી અને ત્યારબાદ અચાનક જ બંધ થઈ ગઈ હતી. ત્યારે આ બાબતે ETV Bharatએ કરેલા પ્રશ્નોમાં જવાબમાં કેબિનેટ પ્રધાન મોદીએ (State Minister Purnesh Modi) જણાવ્યું હતું કે, અમદાવાદ સી પ્લેન (Ahmedabad Sea Plane)નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હતો. ત્યારબાદ કોરોના સંક્રમણ અને લોકડાઉન (lockdown) રહેતા આ બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ કેન્દ્ર સરકાર (Central Government)માં હવે રજૂઆત કરવામાં આવી છે અને નવેસરથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તો આ બાબતે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો- મોરબીમાં કિસાનોની જીત, તાનાશાહીની હાર બેનર સાથે કોંગ્રેસની પદયાત્રા વિજય રેલી યોજાઈ

આ પણ વાંચો- વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલોમાં વિધાર્થીઓની જૂજ સંખ્યા, વાલીઓમાં સંમતિ પત્રકનું વિતરણ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.