ETV Bharat / city

રાજ્યનું ગૃહવિભાગ સાયબર ક્રાઇમને અટકાવવા માટે તમામ બેંકના સંપર્કમાં, ઈન્સ્યોરન્સ, OLX અને ડેટા એન્ટ્રીના નામે થાય છે સાયબર ક્રાઈમ - all banks

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા અને ગુજરાતમાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે ગૃહવિભાગ અને પોલીસ દ્વારા તમામ સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ગુનાઓ અટકાવવા માટે સીઆઇડી ક્રાઇમ (CID Crime)દ્વારા સાયબર વોલેન્ટિયરની નિમણૂક કરવામાં આવી રહી છે.

સાયબર ક્રાઈમ
સાયબર ક્રાઈમ
author img

By

Published : Aug 10, 2021, 6:08 PM IST

  • રાજ્યમાં સાયબર ક્રાઈમ ની ઘટના રોકવા માટે ગૃહ વિભાગ એક્ટિવ
  • રાજ્યની તમામ બેન્ક સાથે સાયબર ક્રાઈમ કનેક્ટ
  • કોવિડ સમયગાળા દરમિયાન ઈન્સ્યુરન્સ અને ડેટા એન્ટ્રીમાં નોંધાયા સાયબર ક્રાઈમ ના ગુનાઓ

ગાંધીનગર : સમયની સાથે-સાથે હવે ગુનેગારો પણ નવી-નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનો કરતા હોય છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા અને ગુજરાતમાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે ગૃહવિભાગ અને પોલીસ દ્વારા તમામ સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યની પોલીસ દ્વારા તમામ બેંકો સાથે રહીને સાયબર ક્રાઇમ(Cyber Crime) અટકાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- 2021ના માત્ર પહેલા 6 મહિનામાં જ 300 મિલિયન રેન્સમવેર હુમલાઓ નોંધાયા

ગૃહવિભાગ તમામ બેંકના સંપર્કમાં છે

સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, સાઇબર ક્રાઇમ અટકાવવા માટે રાજ્યના ગૃહવિભાગ તમામ બેંકોના સંપર્કમાં છે અને જો કોઈપણ વ્યક્તિની સાયબરના ગુનાઓની ફરિયાદ આવે તો તાત્કાલિક બેંક સાથે સંપર્ક કરીને જે ખાતામાં પૈસા જમા થયા છે તે ખાતું ફ્રીઝ કરવામાં આવે છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં ગૃહવિભાગે 20 કરોડથી વધુની રકમ ફ્રિજ કરી છે.

ક્યાં પ્રકારના ગુનાઓ નોંધાયા છે

1. ગુજરાત રાજ્યના સીઆઇડી ક્રાઇમ(1)ના અધિકારી સુભાષ ત્રિવેદીએ સાયબર ક્રાઈમના ગુના બાબતે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો બેરોજગાર થયા હતા, ત્યારે મોટા ખર્ચાથી બચવા માટે લોકો ONLINE ઇન્સ્યોરન્સની ખરીદી કરી રહ્યા છે, ત્યારે ઓછા પ્રિમિયમમાં વધુ પેકેજની ઓફર કરતી લેભાગુ ઈન્સ્યોરન્સ કંપનીના નામે લોકો જોડે CYBER FRAUD કરવાના ગુના નોંધાયા છે. આમ ડિજિટલ સાયબર વોરમાં ઓનલાઈન સ્કીમ આપીને નેશનલ ઇન્સ્યોરન્સની સ્કીમ તરીકે અનેક લોકો જોડે છેતરપિંડી થઈ છે.

2. કોરોના દરમિયાન લોકો પાસે કામ ન હતું, ત્યારે અમુક લોકો ઓનલાઈન ડેટા એન્ટ્રી માટેનું કામ કરી રહ્યા હતા, પરંતુ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ થયા પછી પણ લોકોને પેમેન્ટ મળ્યું ન હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમને મળી છે. ત્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીની સ્કીમ ચલાવતી કંપનીઓ અને ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરીને 30 લાખ જેટલાની રકમ બેંકમાં ફ્રીઝ કરવામાં આવી છે. જેમાં અમુક લોકોને કામ કર્યાના પૈસા પણ પરત કરવામાં આવ્યા છે.

ઈન્સ્યુરન્સ, OLX અને ડેટા એન્ટ્રીના નામે થાય છે સાયબર ક્રાઈમ

આ પણ વાંચો- સતત વધી રહ્યું છે સાયબર ક્રાઇમનું ગુનાખોરી પ્રમાણ જૂનાગઢમાં એક મહિનામાં નોંધાઈ 8 કરતાં વધુ ફરિયાદ

સોશિયલ મિડીયામાં ફેક વેબસાઈટ બંધ કરાઈ

કોરોનામાં લોકો ઘરમાં હતા, ત્યારે ઓનલાઈન વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર લોકો વધુ એક્ટિવ રહેતા હતા, ત્યારે સીઆઇડી ક્રાઇમને ધ્યાને આવ્યું કે, FACEBOOK, INSTAGRAM અને OLX પર પણ ખોટા એકાઉન્ટ તૈયાર કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી, ત્યારે રાજ્યની સીઆઈડી ક્રાઈમ દ્વારા 1,95,260 જેટલી ફેક ફેસબુક આઇડી, 8284 જેટલી ફેક olx આઇડી અને 3000 જેટલી instagramના આઇડી બંધ કરવામાં આવ્યા છે.

ફેક આઇડી બંધ કરવા સ્પેશિયલ ટિમ કાર્યરત

સુભાષ ત્રિવેદી વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યમાં સાયબર ગુનાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા સ્પેશિયલ એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે સોશિયલ મીડિયામાં આવેલા ફેક આઈડીને બંધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. OLX પર સૌથી વધુ પ્રમાણમાં છેતરપિંડી થઇ રહી છે, ત્યારે સ્પેશિયલ ટીમ દ્વારા OLX ના ફેક આઇડી બંધ કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે, જ્યારે ગુજરાત સાયબરની ટીમ OLX કંપની સાથે પણ સંપર્કમાં રહીને તમામ ફેક વેબસાઈટ બંધ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે.

સાયબર પર ડીલ કરતા અનેક વખત વિચારો

સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારી સુભાષ ત્રિવેદીએ જાહેર જનતાને સૂચના આપતાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ સાયબર પર અથવા તો ઓનલાઇન ડિલ કરે તે સમયે અનેક વખત વિચાર કરવો જરૂરી છે. કારણ કે, ઓરીજનલ કંપની જેવી જ ડુપ્લીકેટ વેબસાઈટ પણ કાર્યરત હોય છે, તેના કારણે સાયબર ક્રાઈમ(Cyber Crime)ના ગુનાઓ બનતા હોય છે. આમ કોઈપણ વ્યક્તિએ પોતાના પર્સનલ ડેટા, બેન્કની વિગતો કે ઓટીપી કોઈપણ અન્ય વ્યક્તિ સાથે શેર નહીં કરવાની પણ સુચના આપી છે.

લોકોને માર્ગદર્શન માટે સાયબર વોલેન્ટિયરની નિમણૂક

રાજ્યમાં ગુનાઓ અટકાવવા માટે સાયબર વોલેન્ટિયરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના તમામ તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં નિમણૂક કરવામાં આવી રહી છે. સાયબર દ્વારા જાહેર જનતાને ઓનલાઇન ખરીદી સમય અને ઓનલાઈન પ્રક્રિયા વખતે શું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપવામાં આવે છે. આમ રાજ્યમાં સાયબર ગુનાઓ ઘટાડવામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

અત્યારસુધીમાં 13.22 કરોડની રિકવરી કરાઈ

વોલેન્ટિયર ફોરેન્સિક ટુલ્સ અને કેપેસિટી બિલ્ડીંગ ફોરેન્સિક હેલ્પલાઇન સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રોજેક્ટ શરૂ કરી સાઇબર ક્રાઇમને લગતા ગુનાઓને ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં સીઆઇડી ક્રાઇમ સેલની હેલ્પલાઇન તથા સાશ્વત પ્રોજેક્ટ થકી ફાઇનાન્સિયલ ફ્રોડમાં 13.22 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. જ્યારે 21.12 કરોડની રકમ ફ્રિજ કરવામાં આવી છે. આ ઉપરાંત સાયબર બુલિંગનો ભોગ બનેલા હજારો નાગરિકોનું કાઉન્સીલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદમાં સાયબર ક્રાઇમનો દર વધ્યું, 1 મહિનામાં 900 અરજીઓ આવી

વર્ષ 2019માં 784 ગુનાઓ નોંધાયા

વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ(Cyber Crime)ના કુલ 784 જેટલા ગુના નોંધાયા છે. ફાઇનાન્સિયલ ફ્રોડની ઘટના પૈકી 13.22 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. જ્યારે 21.12 કરોડની રકમ ફ્રિજ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સાયબર સેલ દ્વારા ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમોમાં રહેલા હજારો ફેક આઈડીને હટાવવાની અને સ્થગિત કરવાની કામગીરી પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.