ETV Bharat / city

ચોમાસામાં તૂટેલા રોડ રિપેર કરવા રાજ્ય સરકારે 160 કરોડની રકમ ફાળવી - Mukhyamantri Sadak Yojana

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અનેક વિસ્તારો અને શહેરોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેથી રાજ્યના અનેક રસ્તાઓ ધોવાઇ જવાની પરિસ્થિતિ પણ ઉભી થઇ હતી, ત્યારે હવે રાજ્યમાં ચોમાસાએ વિરામ લીધો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં રોડ રસ્તા રિપેરીંગ માટે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

state government
ચોમાસામાં તૂટેલા રોડ રીપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 160 કરોડની રકમ ફાળવાઈ
author img

By

Published : Sep 10, 2020, 6:33 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં રોડ રસ્તા રીપેરીંગ માટે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

state government
ચોમાસામાં તૂટેલા રોડ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 160 કરોડની રકમ ફાળવાઈ

અગાઉ પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ભારે વરસાદથી કુલ 1022 કિલોમીટરના રોડ તૂટ્યાં છે અને 10 વર્ષથી જૂના 9301 કિલોમીટરના રોડ પર રીપેરીંગની જરૂરિયાત ઉભી થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. અધિકારીઓ સાથેની બેઠક બાદ વરસાદના કારણે પ્રાથમિક અંદાજ મુજબ 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું હોવાનું પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. ત્યારે ગુરૂવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વરસાદના કારણે નુકસાન થયેલા રસ્તાઓના રિસર્ફેસીંગ અને રીપેરીંગ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 160 કરોડની ફાળવણી કરી છે.

ક્યા ઝોનમાં કેટલી રકમની ફાળવણી કરાઈ?

અમદાવાદ ઝોનની 25 નગરપાલિકાઓ માટે 22.61 કરોડ

વડોદરા ઝોનની 26 નગરપાલિકા માટે 29.95 કરોડ

સુરત ઝોનની 19 નગરપાલિકાઓ માટે 13.91 કરોડ

ભાવનગર ઝોનની 27 નગરપાલિકાઓ માટે 24.60 કરોડ

રાજકોટ ઝોનની 29 નગરપાલિકાઓ માટે 46.90 કરોડ

ગાંધીનગર ઝોનની 29 નગરપાલિકાઓ માટે 12.93 કરોડ

ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે રસ્તાઓની સુવિધાઓમાં વધારો કરવા થર્મોપ્લાસ્ટિક રોડ, પેઇન્ટ સ્ટ્રીટ લાઇટ બોર્ડ સહિતના રોડ સેફટીના કામો માટે રાજ્યોમાં અ- વર્ગની નગરપાલિકાઓને 75 લાખ, બ-વર્ગની નગરપાલિકાઓને 60 લાખ અને ક-વર્ગની નગરપાલિકાઓને 45 લાખ તેમજ ડ-વર્ગની નગરપાલિકાને 30 લાખની ન્યૂનતમ ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.