ETV Bharat / city

રાજ્ય ચૂંટણી પંચ એક્શન મોડમાં, જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપી દીધી આ સૂચના - Awareness about Election

રાજ્ય ચૂંટણી પંચે આ વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારી શરૂ કરી (Gujarat Election Commission Preparation) દીધી છે. ચૂંટણી પંચે તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્ય ચૂંટણી પંચ એક્શન મોડમાં, જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપી દીધી આ સૂચના

author img

By

Published : Jun 22, 2022, 8:58 AM IST

ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની (Gujarat Assembly Election 2022) છે. ત્યારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સમીક્ષા બેઠક પણ યોજી હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બૂથ લેવલે ચર્ચા - ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) અધિકારીની ભૂમિકા મહત્વની હોય છે. મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરવા જતા અવસાન પામેલા મતદારોના નામ કમી કરાવી ને મતદાર યાદી અને અદ્યતન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનો ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને BLOને એક્ટીવ કરીને વહેલીતકે મતદારોની નોંધણી અંગેની કામગીરીની સમીક્ષા કરવા તાકીદ કરી હતી.જ્યારે BLO માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી. તેને અનુરૂપ તાલીમ હાથ ધરવા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- ચૂંટણી પહેલાં લોકોને પાર્ટીમાં જોડવા ભાજપે શરૂ કર્યું નવું અભિયાન

15 જુલાઈથી EVMની ચકસણી - રાજ્ય વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીન અને પ્રથમ તબક્કાની ચકાસણી 15 જુલાઈથી શરૂ કરી દેવામાં આવશે. તેમ જ જ્યાં EVM મશીન રાખવામાં આવ્યા છે. તે વેરહાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થા ચકાસી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચના (Instruction to District Election Officers) આપવામાં આવી છે.

આ પણ વાંચો- દીવ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર: જાણો કયા દિવસે થશે મતદાન અને ગણતરી

મતદારોને પ્રાથમિક સુવિધાઓ બાબતે ચર્ચા - વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદારો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વિધાનસભા મતવિસ્તારમાં ઊભા કરાતા મતદાન કેન્દ્રોના રેશનલાઈઝેશન માટે કેન્દ્રની સ્થળ મુલાકાત લઈને મતદારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે. તે સુનિશ્ચિત કરવા તેમ જ મતદાન કેન્દ્ર અને સુવિધાજનક હોય. તે જોવા માટે પણ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના (Instruction to District Election Officers) આપવામાં આવી છે. જ્યારે મતદારો ઓનલાઈન સેવાનો લાભ લઈ ઘરે બેઠા મતદારયાદીમાં નામ નોંધાવી શકે, સુધારાવધારા કરાવી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે. આ માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી મતદારોમાં જાગૃતિ (Awareness about Election) લાવવાના પ્રયાસો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

બેઠકમાં આ લોકો રહ્યા ઉપસ્થિત - રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ખાસ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ સમાવેશ થયો હતો. આ વીડિયો કોન્ફરન્સમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર. કે. પટેલ, સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અજય ભટ્ટ, અધિક કલેકટર સહિત ચૂંટણી પ્રભાગના અધિકારીઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો તો ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.