- શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું નિધન
- 94 વર્ષની ઉંમરે થયું નિધન
- અંતિમવિધિ સેકટર 29 ખાતે કરવામાં આવશે
ગાંધીનગર: રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબા મનુભા નું 94 વર્ષની વયે નિધન થયું છે. બુધવારની સવારે વિધાનસભાગૃહની રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સમાચાર મળતા જ તેઓ સીધા વિધાનસભા ગૃહ અમદાવાદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જેમની અંતિમયાત્રા બુધવારની સાંજે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન મળ્યા સમાચાર
રાજ્યના કેબીનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબા મનુભા ચુડાસમાનું બુધવારની બપોરે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અંદાજ પત્રની ચર્ચા દરમિયાન આ સમાચાર મળતા તેમને તાબડતોબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા પહોંચી ગયા હતા, તેમજ ત્યાંથી સીધા તેમના સત્તાવાર નિવાસસ્થાને દોડી ગયા હતા.
આ પણ વાંચો: શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા
ગૃહમાં શોકની લાગણી
ગૃહમાં બજેટ પરની ચાલુ ચર્ચા વેળા એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની માતાના અવસાનના સમાચાર વિધાનસભા સંકુલમાં વહેતા થતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત રાજય સરકારનું પ્રધાનમંડળ ઉપરાંત કોંગ્રેસના વિપક્ષી નેતા સહિત તમામ ધારાસભ્યોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમના માતાની અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજરી આપે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.
આ પણ વાંચો: 6,616 શિક્ષકોની ભરતી થશે, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત