ETV Bharat / city

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યોજી બેઠક, શાળાઓની ગુણવત્તા સુધારાવાની કરાઈ ચર્ચા

author img

By

Published : Jul 22, 2021, 9:20 PM IST

રાજ્યમાં સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની બેઠકનું આયોજન કર્યુ હતું. જેમાં શાળાઓના શિક્ષણના સ્તરમાં સુધારા વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ રોડ મેપને લઈને બે દિવસના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • રાજ્યના શિક્ષણમાં સુધારો લાવવા માટે યોજાઈ બેઠક
  • શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાન હેઠળ બેઠકનું આયોજન
  • જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષણ સચિવ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

ગાંધીનગર : રાજ્યમાં સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર સુધારવા માટે આજે 22 જુલાઈના રોજ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના સરકારી શાળાઓના શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે રોડ મેપને લઈને બે દિવસના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્કશોપમાં રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીઓ હાજર રહેશે.

આ પણ વાંચો: બાળકનો સર્વાંગી વિકાસ થાય, તેવી નવી‌ શિક્ષણ નીતિ ઘડવામાં આવી છેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અપાશે વધુ ધ્યાન

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, જે શાળાઓ સારી છે તેને વધુ સારી કઈ રીતે બનાવી શકાય અને જે શાળાઓ નબળી છે તેને સારી કઈ રીતે બનાવી શકાય તે બાબતનો ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મકાન અને બિલ્ડીંગ બાબતે પણ ખાસ પ્રકારની ચર્ચા સાથે આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને શૈક્ષણિક કાર્યક્રમને લગતા તમામ પેરામીટર્સને સાથે રાખીને વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

કમાન્ડ કંટ્રોલ યુનિટથી થશે સર્વેલન્સ

શિક્ષક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેને રાજ્યની તમામ સરકારી શાળાઓ દ્વારા અનુસરવામાં આવશે. જ્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલથી રાજ્યની તમામ શાળાઓનું સર્વેલન્સ પણ કરવામાં આવશે. આ ઉપરાંત કેટલા શિક્ષકો ગેરહાજર છે અને કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેટલું જ નહીં પરંતુ કયા વિષયના શિક્ષકો ગેરહાજર છે, શા કારણથી ગેરહાજર છે અને વિદ્યાર્થીઓ કયા કારણથી સતત ગેરહાજર રહે છે તેનું પણ સર્વેલન્સ કરીને તેના કારણો જાણીને સમસ્યાઓનું નિવારણ કરવામાં આવશે.

આ પણ વાંચો: GTUમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ

રાજ્યમાં બનશે 'સ્કૂલ ઓફ એક્સેલન્સ'

શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, વર્લ્ડ બેંક 'સ્કૂલ ઓફ એક્સેલન્સ' બનાવવા માટેની ખાસ ગ્રાન્ડ પણ રાજ્ય સરકારને ફાળવશે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બે શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ' તરીકે તૈયાર કરવામાં આવશે. સ્કૂલ ઓફ એક્સેલન્સ' માટેનો સર્વે પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 300થી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. જ્યારે સ્કૂલનો એજ્યુકેશન ડેટ અને મકાનને પણ ધ્યાનમાં આપીને આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.