ETV Bharat / city

Somnath Trust Meeting: PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ સોમનાથ ટ્રસ્ટની બેઠક, ભૂતકાળની જાહોજલાલીને પુનર્જિવિત કરાશે - Somnath Trust Meeting

વડાપ્રધાન મોદીએ શુક્રવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ (Pm modi Ahmedabad GMDC) ખાતે ગુજરાત મહાપંચાયત સંમેલનમાં હાજરી આપી હતી. ત્યારબાદ રાજભવનમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની 121મી બેઠક (Somnath Trust Meeting) યોજાઈ હતી. આ બેઠકમાં મંદિરની ભૂતકાળની જાહોજલાલીને પુનર્જિવિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Somnath Trust Meeting: PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ સોમનાથ ટ્રસ્ટની બેઠક, ભૂતકાળની જાહોજલાલીને પુનર્જિવિત કરાશે

author img

By

Published : Mar 11, 2022, 10:29 PM IST

Updated : Mar 12, 2022, 9:02 AM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પહેલા દિવસે સાંજે 6.30 વાગ્યે વડાપ્રધાને રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની 121મી બેઠક યોજી હતી. આ પહેલા વડાપ્રધાન GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં (PM Modi Ahmedabad GMDC) ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ વડાપ્રધાને ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે હોદ્દેદારો ધારાસભ્યો અને સંસદ સભ્યોની સાથે બેઠક પણ કરી હતી.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: નરેન્દ્ર મોદીની ટોપીના અનેક રંગરૂપ અને વિશેષતા

બેઠકમાં આ મુદ્દા પર થઈ ચર્ચા

વડાપ્રધાને આ બેઠકમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે સોમનાથ તીર્થ એક આદર્શ તીર્થ બને તે માટે વિવિધ સૂચન અને માર્ગદર્શન પણ આપ્યા હતા. બેઠકમાં કોરોના સમયમાં તેમ જ તાઉતે વાવાઝોડા દરમિયાન સોમનાથ ટ્રસ્ટે કરેલી વિવિધ સામાજિક સેવાઓની નોંધ લેવામાં આવી હતી.

સોમનાથ તીર્થમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપૂર્ણ આયોજન કરવા જાણીતા આર્કિટેક બિમલ પટેલે માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલથી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પિલગ્રીમ પ્લાઝા વગેરે કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તીર્થ પૂરોહિતોના ચોપડાનું ડિજિટલાઈઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભૂતકાળની જાહોજલાલી પુનર્જિવિત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

સોમનાથ કોરીડોર બાબતે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી કોરિડોર તૈયાર કર્યું છે તેવી જ રીતે ગુજરાતમાં સોમનાથ કોરિડોર પણ તૈયાર થાય તે બાબતે પણ વિશેષ ચર્ચા થઇ હોવાનું સામે આવી રહ્યું છે, મહત્વની વાત કરવામાં આવે તો આ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના વાર્ષિક હિસાબો અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે, જ્યારે કાશી કોરિડોરની જેમ જ સોમનાથમાં પણ કઈંક બનાવવા બાબતનું આયોજન પણ થઈ રહ્યું છે.

સોમનાથ કોરીડોર બાબતે ચર્ચા
સોમનાથ કોરીડોર બાબતે ચર્ચા

કોણ કોણ રહ્યું હાજર

આ બેઠકમાં ભારત સરકારના કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ,પ્રો. જે. ડી. પરમાર, હર્ષવર્ધન નિઓટિયા અને પ્રવિણ લહેરી રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?

દર્શનાર્થીઓ માટે સુવિધામાં વધારો

સોમનાથએ પ્રથમ જ્યોતિર્લિંગ લિંગ છે, ત્યારે સોમનાથ મંદિરમાં આવનારા તમામ ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સરળતાથી સારી રીતે દર્શન કરી શકે તથા તેમની મૂળભૂત સુવિધાઓ પણ મળી રહે તેને ધ્યાનમાં લઈને પણ બેઠકમાં ચર્ચા કરાઇ હોઇ શકે છે. આ ઉપરાંત સોમનાથ મંદિરનો હજુ વધુ વિકાસ કઈ રીતે કરવો તે બાબતનું આગોતરું આયોજન પણ કરવામાં આવશે.

Last Updated : Mar 12, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.