- રાજ્યમાં યોજાશે સ્કિલ ઇન્ડિયા 2021
- ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગોવાના પ્રતિસ્પર્ધી લેશે ભાગ
- કુલ 226 ઉમેદવારો વચ્ચે યોજાશે સ્પર્ધા
ગાંધીનગર : Skill India 2021 માં બેકરી, સાયબર સિક્યુરિટી, ઇલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન, ફેશન, ટેકનોલોજી, ફૂલોની કળા, ગ્રાફિક ડિઝાઇન, સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન અને જ્વેલરી ડિઝાઇન જેવા કૌશલ્યનો સમાવેશ કરવામાં આવશે.
કયા રાજ્યના કેટલા ઉમેદવારો રહેશે હાજર
ગોવા 21
ગુજરાત 40
મધ્યપ્રદેશ 37
મહારાષ્ટ્ર 85
રાજસ્થાન 43
5 રાજ્યના 6161 ઉમેદવારોએ આપી હતી એન્ટ્રી પરીક્ષા
પાંચ રાજ્યમાં Skill India 2021 અંતર્ગત કુલ 6,000થી વધુ ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયાની પરીક્ષા આપી હતી. જેમાં કુલ 200 જેટલા જ વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ દર્શાવવાનો મોકો પ્રાપ્ત થયો છે. તમામ રાજ્યમાંથી બે ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવશે. જેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે. આ બાબતે રાજ્યકક્ષાના રોજગારપ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે વિજેતા ઉમેદવારોને 50,000 રૂપિયા સુધી ઇનામ પણ આપવામાં આવશે.
વિજેતા ઉમેદવારો 2022માં આંતરરાષ્ટ્રીય સ્કિલ સ્પર્ધામાં દેશનું કરશે પ્રતિનિધિ
રાજ્યકક્ષાના રોજગારપ્રધાન બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે Skill India 2021 અંતર્ગત જે ઉમેદવારો પાસ થયા હશે તેમને આવનારા દિવસોમાં વર્ષ 2022માં યોજાનારી વર્લ્ડ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટેની તાલીમ પણ આપવામાં આવશે. અત્યારે આ બધામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 98 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. પશ્ચિમ ઝોનની પ્રાદેશિક સ્પર્ધા પછી ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને વિશાખાપટ્ટનમ દક્ષિણ ઝોનમાં સ્પર્ધાઓ યોજાશે.
નેશનલ લો યુનિવર્સિટીમાં યોજાશે સ્પર્ધા
29 ઓકટોબરના રોજ યોજાનારી Skill India 2021 પશ્ચિમ ઝોનની સ્પર્ધા ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે શરૂ થશે. જેમાં આ સ્પર્ધામાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિજેતા ઉમેદવારોને લો યુનિવર્સિટી ખાતે જ 1 નવેમ્બરના રોજ આયોજિત થનારા સમાપન સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. તેઓ સ્પર્ધાના વિજેતાઓ સાથે ડિસેમ્બર 2021માં કર્ણાટકના બેંગ્લુરૂ ખાતે આયોજિત થનારી સ્કિલ ઇન્ડિયા નેશનલમાં પ્રવેશ મેળવશે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને મળી SSIPની તક
આ પણ વાંચોઃ Greenhouse Farming: કોઈપણ સીઝનમાં અનુકૂળ તાપમાન મેળવી પાક લઇ શકાય તેવા ગ્રીનહાઉસનું નિર્માણ કરતા વિદ્યાર્થી