- શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડાવું છે, પણ કોંગ્રેસ નથી આપતી એન્ટ્રી?
- અનેક વખત કરી ચૂક્યાં છે પ્રયાસ
- 3 વખત કરી હતી એહમદ પટેલ સાથે મુલાકાત
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી આવતા જ ગુજરાતનું રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળે છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા હોવાની વાતો પણ વહેતી થઇ છે અને તેમને કોંગ્રેસમાં જોડાવા માટે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પણ બેઠક યોજી હતી, પરંતુ આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ( Congress State president ) અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela ) કોંગ્રેસમાં જોડાશે કે, નહીં જોડાય તે અંગેનો નિર્ણય કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા જ કરવામાં આવશે.
કોંગ્રેસમાં જોડાવા માટે એહમદ પટેલ સાથે કરી હતી 3 વાર મુલાકાત
કોંગ્રેસના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં પણ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી, પરંતુ કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા તેમને કોંગ્રેસમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. આ સાથે કોંગ્રેસમાં જોડાવા માટે શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela )એ હેમંત પટેલ સાથે પણ ત્રણ વખત મુલાકાત કરી હતી અને અનેક કલાકો સુધી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પણ ચર્ચાનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
હવે ભરતસિંહ સોલંકી સાથે ચર્ચાઓ શરૂ કરી
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલ સાથે શંકરસિંહ વાઘેલા( Shankarsinh Vaghela )એ કોંગ્રેસમાં જોડાવા માટે મનોમંથન કર્યું હતું, પરંતુ તેનું કોઇ નક્કર પરિણામ આવ્યું ન હતું. જે બાદ હવે અહેમદ પટેલ હયાત રહ્યા નથી, ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને તેમના સાથીદાર ગણાતા ભરતસિંહ સોલંકી સાથે પણ હવે શંકરસિંહ વાઘેલાએ બેઠક અને ચર્ચાનો દોર શરૂ કર્યો છે, પરંતુ તેમને ભૂતકાળમાં કરેલા કાર્યોના કારણે જ કોંગ્રેસ હાઇ કમાન્ડ વાઘેલાને જોડવામાં ખચકાય અનુભવે છે.
કોંગ્રેસમાં આવનારા દિવસોમાં અનેક નેતાઓ જોડાશે -
જયારે આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ( Congress State president ) અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસમાં નજીકના દિવસોમાં મોટા માથાઓનો પ્રવેશ થશે. દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત કોંગ્રેસમાં જોડાશે, જ્યારે અનેક લોકોના આવેદન આવ્યા છે, ત્યારે આવનારા સમયમાં અનેક લોકો કોંગ્રેસમાં જોડાશે, જ્યારે શંકરસિંહ વાઘેલા( Shankarsinh Vaghela )ના જોડાવા બદલ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ બાબતે હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે.
વર્ષ 2017માં કરેલા કાર્યો 2021માં નડી રહ્યા છે - કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષ નેતા તરીકે શંકરસિહ વાઘેલા હતા અને આ દરમિયાન જ 14 ધારાસભ્યોના મતને ભાજપ તરફી આપવામાં તેમનો સિંહફાળો હતો. આ સાથે જ અનેક ધારાસભ્યોએ રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આમ આ સમગ્ર ઘટના શંકરસિંહ વાઘેલાના વિપક્ષી નેતાના કાર્યકાળ દરમિયાન બની હતી. ત્યારે વર્ષ 2017માં કરેલા કાર્યો શંકરસિંહ વાઘેલા( Shankarsinh Vaghela )ને 2021માં નડી રહ્યા છે, જેથી જ તેમને સરળતાથી કોંગ્રેસમાં ફરી એન્ટ્રી આપી શકતા નથી.
આ પણ વાંચો -