ETV Bharat / city

રાજ્યની તમામ યુનિવર્સિટીના ટીચિંગ સ્ટાફને સાતમાં પગાર પંચનો લાભ મળશે

વિધાનસભા ગૃહમાં આજે શુક્રવારના રોજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી હતી.

રાજ્યની તમામ યુનિવર્સિટીના ટીચિંગ સ્ટાફને સાતમાં પગાર પંચનો લાભ મળશે
રાજ્યની તમામ યુનિવર્સિટીના ટીચિંગ સ્ટાફને સાતમાં પગાર પંચનો લાભ મળશે
author img

By

Published : Mar 5, 2021, 7:20 PM IST

  • વિધાનસભા ગૃહમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંની જાહેરાત
  • રાજ્યની યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફને આપવામાં આવશે સાતમાં પગાર પંચનો લાભ
  • ચૂકવવાપાત્રની રકમના 50 ટકા રકમ પ્રથમ તબક્કામાં પ્રાપ્ત થશે

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે શુક્રવારના રોજ ચર્ચા દરમિયાન રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ માટે મહત્વની જાહેરાત કરી હતી. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ હવે પ્રાપ્ત થશે. જેમાં ચૂકવવાપાત્રની રકમના 50 ટકા રકમ પ્રથમ તબક્કામાં પ્રાપ્ત થશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા છે મોત, વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો ખુલાસો

યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી, બિનસરકારી, અનુદાનિત કોલેજોના અઘ્યાપકોને લાભ થશે

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી, બિનસરકારી, અનુદાનિત કોલેજોના અઘ્યાપકોને UCG ની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમાં પગારપંચના પગાર વધારાનો લાભ આપવામાં આવશે. કોરોનાની મહામારી ના કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે, તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે શિક્ષણ વિભાગના 1 ફેબ્રુઆરી 2019 ના ઠરાવ મુજબ 1 જાન્યુઆરી 2016થી સાતમાં પગારપંચનો વધારો આપવામાં આવશે અને મળવાપાત્ર કુલ 21 થી 50 ટકા રકમ પ્રથમ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ યુનિવર્સિટી અને યુનિવર્સિટીની કોલેજોના શૈક્ષણિક સ્ટાફને સાતમાં પગાર પંચનો લાભ આપવાની વાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.