ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ રિપોર્ટમાં ફરજ બજાવતાં મહિલા તબીબ નિયમિતરૂપે તેની કામગીરી સંભાળી રહી હતી. તેની સાથે જ એક કર્મચારી કામગીરી કરી રહ્યો હતો. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવતાં હોય છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને પુરૂષોનો પણ. અનેક સમયથી આ મહિલા તબીબને જોઈને કર્મચારી મનોમન પોતાની કરવા માટેના સ્વપ્ન જોઈ રહ્યો હતો. મહિલા તબીબને જોઈ કોઈપણ વ્યક્તિના મોઢામાંથી લાળ ટપકી જાય એટલી સુંદરતા કુદરતે આપી છે.
મહિનાઓથી મહિલા ડૉક્ટર સમક્ષ પ્રેમનો એકરાર કરવાની રાહ જોઇ રહેલાં અને સાથે કામ કરી રહેલાં કર્મચારીએ એક દિવસ મોકો જોઈને મહિલા તબીબને પ્રપોઝ કરી દીધું હતું. અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ ઘટના બનતાં મહિલા તબીબ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયાં હતાં. ત્યારબાદ આ બનાવની જાણ આ મહિલા તબીબે સિવિલના સત્તાધીશોને કરી હતી. પરિણામે પોતાના ઉપર કાબૂ નહીં રાખી શકનાર કર્મચારીને સિવિલ સત્તાધીશોએ પાણીચું પકડાવી દીધું હતું.
સિવિલમાં મહિલા તબીબની સુંદરતા જોઈ સર્વેન્ટે કહ્યું એવું કે નોકરી ગુમાવવી પડી - રાજદીપ એન્ટરપ્રાઈઝ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મહિલા ડૉક્ટર સામે હોસ્પિટલના સર્વન્ટે પ્રેમનો એકરાર કર્યાનો અને નોકરી ગુમાવ્યાંનો વારો આવ્યો હોવાનો કિસ્સો જગજાહેર થયો છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા તબીબને સ્થળ ઉપર જ પ્રપોઝ કર્યું હતું. જેને લઇને આ કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.