ETV Bharat / city

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં આ તારીખથી ધોરણ 9થી 12ની શાળા થશે શરૂ - 50 ટકા કેપેસિટી સાથે

ગુજરાતમાં કોરોના ( Coronavirus )ના કેસમાં ઘટાડો થતા જ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક ( Cabinet Meeting )માં શાળાઓ શરુ કરવાં માટે ચર્ચા કરવામાં આવી હતી. આગામી 26 જુલાઈના રોજથી રાજ્ય સરકાર દ્વારા 50 ટકા કેપેસિટી સાથે શાળા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
author img

By

Published : Jul 22, 2021, 6:48 PM IST

Updated : Jul 22, 2021, 8:35 PM IST

  • કેબિનેટમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવા બાબતે ચર્ચા
  • 26 જુલાઈથા ધોરણ 1થી 12ની શાળા શરૂ કરવામાં આવશે
  • શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધો નિર્ણય

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણને ( Coronavirus ) લઈને છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓ બંધ છે, આથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ( Online Education ) શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે, આજે ગુરૂવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ( Bhupendrasinh Chudasama )એ ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા બાબતે ચર્ચા કરી હતી. આ બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9થી 12ના ઓફલાઇન વર્ગો 50 ટકા કેપેસિટી સાથે શરુ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ખંભાતની એક અનોખી શાળાઃ બાળ અદાલતમાં નેતાઓ પણ થાય છે હાજર

પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગુરૂવારની કેબિનેટ બેઠકમાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની રજૂઆત કરી હતી. આછી, ધોરણ 9, 10 અને 11ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણકાર્ય 50 ટકા કેપેસિટી સાથે 26 જુલાઈના રોજથી શરૂ કરવામાં આવશે. આ તકે શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની લેખિત મંજૂરી લાવવી પડશે. આ ઉપરાંત, બાળકોની હાજરી મગજીયાત રાખવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળા શરૂ કરવા કરી હતી માંગ

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ સમિતી દ્વારા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે તથા ઓનલાઇન શિક્ષણમાં નેટવર્ક બાબતે મળેલી ફરિયાદો તેમજ ગ્રામ્યકક્ષાએ બાળકોને બેસાડવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને શિક્ષક સંઘ દ્વારા માંગણી કરવામાં આવી હતી. શાળામાં રોટેશન પદ્ધતિ મુજબ બાળકોને બોલાવવામાં આવે અથવા તબક્કાવાર પ્રથમ તબક્કે ધોરણ 6થી 8ના બાળકો અને બીજા તબક્કામાં ધોરણ 1થી 5ના બાળકોને શાળામાં લાવવાની માંગ શિક્ષણ પ્રધાન સમક્ષ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા બનાવાશે સ્માર્ટ શાળા, તૈયારીઓ શરૂ

કોરોનાના કેસ ઓછા થતા લેવાયો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા બાબતે વિચાર કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે અત્યારે વર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણ કાર્યરત છે, પરંતુ કોરોના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે શાળા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Last Updated : Jul 22, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.