53હજારથી વધુ આંગણવાડીના બાળકોને અપાશે ગણવેશ
ગણપતસિંહ વસાવા અને વિભાવરી દવેની પ્રેરક રહેશે ઉપસ્થિતિ
આવતીકાલે મંગળવારે યોજાશે આ કાર્યક્રમ
ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં મંત્રીઓ અને મહાનુભાવોની હાજરીમાં કોવિડ-19 પ્રોટોકોલનું પાલન થાય તેવી વ્યવસ્થા સાથે કાર્યક્રમ યોજાનાર છે.
રાજ્યના 53હજારથી વધુ આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને અપાશે ગણવેશ
વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani)ના અધ્યક્ષ સ્થાને 29 જૂને સવારે 10:30 કલાકે ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા યોજાશે. અન્ય મહાનુભાવો સંબંધિત જિલ્લા મથકોથી સહભાગી થશે, એમ મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયુ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશ્નર કે.કે. નિરાલા અને આઇ.સી.ડી.એસ.ના નિયામક ડી.એન.મોદી ઉદબોધન અને આભારવિધિ કરશે.
આ પહેલાં પાંચ લાખ લોકો જોડાયા હતા, તે રેકોર્ડ બદલ પ્રમાણપત્રો એનાયત કરાશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગઇ ગાંધી જંયતિ-2020 નિમિતે યોજાયેલા હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં વેબ લિંક દ્વારા એક સાથે પાંચ લાખ લોકો જોડાયા હતા. તે રેકોર્ડ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાશે.