ETV Bharat / city

બધાને પાછળ મૂકી સયાજીગંજના ધારાસભ્ય જિતુ સુખડીયાએ મેળવ્યો શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આ વખતે વડોદરા સયાજીગંજના ધારાસભ્ય જિતુ સુખડિયાને (Sayajiganj MLA Jitu Sukhadia) શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ (Best MLA Award) એનાયત કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ (Gujarat Assembly Speaker Dr Neemaben Acharya) , મુખ્યપ્રધાન (CM Bhupendra Patel) સહિતના મહાનુભાવોના હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બધાને પાછળ મૂકી સયાજીગંજના ધારાસભ્ય જિતુ સુખડીયાએ મેળવ્યો શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ
બધાને પાછળ મૂકી સયાજીગંજના ધારાસભ્ય જિતુ સુખડીયાએ મેળવ્યો શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ
author img

By

Published : Sep 23, 2022, 11:12 AM IST

વડોદરા ભારતીય સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાના વર્તમાન સભ્યોને તેમની સંસદસભ્ય તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીની કદરરૂપે આઉટસ્ટેન્ડીંગ પાર્લામેન્ટ્રીયન એવોર્ડ (outstanding parliamentarian award) આપવામાં આવે છે. આ જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ઉત્કૃષ્ઠ અને આદર્શ ધારાસભ્યની વિધાનસભા ગૃહની કામગીરીની કદર થાય તથા સભ્યો તેઓના કામ પ્રત્યે વધારે સજાગ બને તે માટે ગુજરાત વિધાનસભામાં પણ ‘‘શ્રેષ્ઠ ધારાસભ્ય’’ એવોર્ડથી (Best MLA Award) નવાજવાની ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi Minister) દ્વારા પહેલ કરવામાં આવી હતી.

કોંગી ધારાસભ્યને પણ મળ્યો એવોર્ડ
કોંગી ધારાસભ્યને પણ મળ્યો એવોર્ડ

વડોદરાના ધારાસભ્યએ મારી બાજી તો આ વખતે સયાજીગંજના ધારાસભ્ય જિતુ સુખડિયાને (Sayajiganj MLA Jitu Sukhadia) શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ એનાયત કરવામાં (Best MLA Award) આવ્યો હતો. ગુજરાત વિધાનસભા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટેના નિયમો જૂન 2020માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ નિયમોમા ઠરાવેલા માપદંડોને આધારે ધારાસભ્યને એવોર્ડ માટે (Best MLA Award) પસંદગી કરવામાં આવે છે. આ નિયમો હેઠળ એવોર્ડ આપવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે.

વિધાનસભા અધ્યક્ષ અને CMના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

નામ નક્કી કરવાની સત્તા વિધાનસભા અધ્યક્ષ પાસે વર્ષ 2021-22ના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ (Best MLA Award) માટે એવોર્ડ પસંદગી સમિતિની બેઠકમાં સમિતિના તમામ સભ્યોની ચર્ચા વિચારણાને અંતે એવોર્ડ માટે નામ નક્કી કરવાની સત્તા અધ્યક્ષને આપવામાં આવી હતી. પસંદગી થયેલ શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડરૂપે ગુજરાત વિધાનસભા ભવનની (Gujarat Assembly) પ્રતિકૃતિ દર્શાવતી 92.5 શુદ્ધતાની 1.5 કિલો વજન ધરાવતી ચાંદીની ટ્રોફી એનાયત કરવામાં આવે છે.

કૉંગ્રેસના ધારાસભ્યને પણ મળ્યો એવોર્ડ વિધાનસભા (Gujarat Assembly) અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય (Gujarat Assembly Speaker Dr Neemaben Acharya) દ્વારા વર્ષ 2021 માટે વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જિતુ સુખડિયા (Sayajiganj MLA Jitu Sukhadia) અને વર્ષ 2022 માટે કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો વિધાનસભા (Gujarat Assembly) ગૃહમાં પસંદગી પામેલા ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના હસ્તે તેમ જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, વિરોધ પક્ષના દંડક સી. જે. ચાવડા સહિત તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.