- સચિન અને મહેંદી વચ્ચે દિવસમાં ત્રણ વાર ઝઘડો થયો હતો
- વધુ રિમાન્ડ પુરાવા એકત્રિત કરવા માંગવામાં આવશે
- બન્નેના મોબાઈલ જપ્ત કરી FSL મોકલાયા
ગાંધીનગર: સચિન દીક્ષિત સાથે જોડાયેલી દરેક બાબતોને પોલીસ બારીકાઈથી ચકાસી રહી છે, જ્યાં સચિન રહેતો હતો તેની આજુબાજુ લોકોના નિવેદન લેવાથી લઇ મહેંદીના માસા- માસી રહે છે ત્યાં અમદાવાદમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો અમદાવાદ અને ગાંધીનગરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી પોલીસ સચિનને વડોદરા પણ લઈ જશે.
સચિનના ઘર પાસે તેના પડોશીના નિવેદનો લેવામાં આવ્યા
સચિન દીક્ષિત મામલે વાત કરતા DySP એમ.કે.રાણાએ કહ્યું કે, ગાંધીનગર જિલ્લાના પેથાપુર પાસે બાળક મળ્યું ત્યારે ગાંધીનગરના LCB, SOG સહિતની ટીમ બનાવવામાં આવી હતી. 14 તારીખના રિમાન્ડ મળતા પેથાપુર રી કનસ્ટ્રક્શન કરવામાં આવશે અને અને પુરાવા એકત્રિત કરવામાં આવશે. સચિનના ઘર પાસે તેના પડોશીના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિનના વધુ રિમાન્ડ માંગવામાં આવશે.
આ પણ વાંચો: મહેંદી ઉર્ફે હીના પેથાણીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં Postmortem, પિતા કબજો લેવા પહોંચ્યાં
અત્યારે ટીમ દ્વારા મહેંદીના માસી અને માસા સાથેની તપાસ કરાઈ રહી છે
બોપલમાં એક પ્રસૂતિ ગૃહમાં બાળકનો જન્મ થયો હતો. ત્યાં સચિન તેના બાળકને મળવા આવતો હતો કે નહીં તેની તપાસ થશે. અત્યારે ટીમ દ્વારા મહેંદીના માસી અને માસા સાથેની તપાસ કરાઈ રહી છે. જે માટે અત્યારે સચિનને બોપલ લઈ જવામાં આવ્યો છે. સચિન અને તેની વાઇફ બન્નેના મોબાઈલ જપ્ત કર્યા છે. બોપલ અને અમદાવાદની તપાસ પૂર્ણ થાય ત્યારે સચિનને વડોદરા લઈ જવામાં આવશે. સચિન અને મહેંદી વચ્ચે સવારે, બપોરે અને સાંજે ઝઘડો થયો હતો. સચિન તેની વાઇફ સાથે જે મોલમાં ખરીદો કરવા ગયો હતો તેના CCTV પણ લેવામાં આવશે.
- ગાંધીનગર પાસે પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળામાં 8 ઓક્ટોબરે રાત્રે તરછોડાયેલા બાળકનું એક ત્યજી દેવાયેલું બાળક (ઉંમર 8થી 10 મહિના) મળી આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતે આ મામલાની ગંભીરતા લઈ તરછોડાયેલા બાળકની મુલાકાત લીધી હતી. સાથે જ સમગ્ર પોલીસની ટીમે તરછોડાયેલા બાળકના પિતા સચિન દિક્ષિતને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સચિને તેની પ્રેમિકા અને બાળકની માતા મહેંદી પેથાણીની હત્યા કરી બાળકને ગાંધીનગર પાસે મુકી ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યારે આરોપી સચિન દિક્ષિતને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અત્યારે બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલવામાં આવ્યો છે.